તારાપુરના શિક્ષક બન્યા સેવક!!! શિક્ષણ ક્ષેત્રે જ્ઞાનના શબ્દ પીરસતા ભુપેન્દ્રભાઈ પટેલ સેવાકાર્યમાં પશુ-પંખી ની સાથે સાથે માનવસેવા કાર્યમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યુ

૧૯૯૪થી ૨૦૧૭ સુધીના શિક્ષણ ક્ષેત્રે શબ્દ નું જ્ઞાન પાઠવી રહેલા વિદ્યાર્થીઓનું ભાવિ ઘડનાર એવા એક સમય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં સેવાના કાર્યમાં વ્યસ્ત થયા છે ત્યારે આપણે આવા એક સેવક વિશે આછો પરિચય મોટો પ્રકાશ અન્યો માટે પ્રેરણારૂપ બને તે હેતુથી તારાપુર ખાતે ની કેળવણી મંડળ તારાપુરના સેવાભાવી એવા શિક્ષક ભૂતપૂર્વ આચાર્ય શ્રી જેને બી.બી.પટેલ થી મોટા ભાગના શિક્ષકો વિદ્યાર્થીઓ ઓળખે છે એવા એક ભુપેન્દ્રભાઈ પટેલ આદર્શ, નિષ્ઠાવાન, પ્રામાણિક, સેવાભાવી, ઉત્સાહી, કર્મયોગી,સામાજિક, આર્થિક, ધાર્મિક, આરોગ્યલક્ષી તેમજ શૈક્ષણિક વગેરે પવૃતિઓ મા હાજર રહી પોતાની આગવી શૈલી થી દરેક કાર્ય મા હરહમેશ સેવાઓ થકી યોગદાન આપી અપાવી સેવાઓ મા પ્રયત્ન શીલ રહે છે

દાતાશ્રી શૈલેષભાઈ કાન્તીભાઈ પટેલ તથા વર્જિનિયા બીચ સેવા મંડળ અમેરિકાના આર્થિક સહયોગથી અનેક સેવાકીય પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે જેમાં હોસ્પિટલમાં દર્દીઓને ટિફિન સેવા વૃદ્ધોની ટિફિન સેવા મેડીકલ સહાય લગ્ન પ્રસંગો એ કન્યાદાન સમૂહ લગ્નમાં કન્યાદાન ગરીબોને મીઠાઈ અને ભોજન વિતરણ સીધા સહાય તથા શૈક્ષણિક સામાજીક અને આરોગ્યલક્ષી તમામ સેવાઓ માં ૫૪ પ્રકારના પ્રોજેક્ટ ભુપેન્દ્રભાઈ ભાઈ રમણભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવે છે નિવૃત્તિ પછી તેઓ સતત સેવાકીય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે તારાપુર ગામ ની તમામ સેવાભાવી સંસ્થાઓમાં તેમનો સહયોગ રહ્યો છે સેવાકીય પ્રવૃત્તિ તેમનું જીવન છે બીજાની ભલાઈ માં પોતાનું સુખ માની રહ્યા છે ગરીબો પ્રત્યે સંવેદના વેદના ધરાવે છે અને જેના કારણે જ જનતા જનાર્દન માં ભગવાનના દર્શન કરી સેવા કાર્ય કરી રહ્યા છે તેઓ કેળવણી મંડળ તારાપુરમાં પ્રમુખ તરીકે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી માં મંત્રી તરીકે મદનમોહન મંદિર ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે આણંદ જિલ્લા શિક્ષણ સમિતિમાં સભ્ય તરીકે લક્ષ્મીકાંત ધુળાભાઈ પટેલ સંસ્કાર ભવનમાં પ્રમુખ તરીકે લાયન્સ ક્લબ તારાપુરમાં ઉપપ્રમુખ તરીકે તથા બીજી અનેક સંસ્થાઓમાં સેવા આપી રહ્યા છે સૌની સાથે તમામ જ્ઞાતિજનો સાથે સમાન વ્યવહાર રાખી નમ્રતા વિવેક ના સદગુણોથી સેવા કાર્યને દીપાવી રહ્યા છે – રિપોર્ટર-મહમંદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર

Leave a Reply

Your email address will not be published.

error: