તળાજા વિસ્તારમાં ખેડૂતોને વેચાતા ડુંગળીના ડુપ્લીકેટ બિયારણ વેચાણ કરીને ખેડૂતોને ડુબલીકેટ માલ આપીને એગ્રો વાળા માલામાલ થઈ રહ્યા છે

લાકડિયા ગામના ખેડૂત રમેશસિંહ ગોહિલે નવરાત્રિમાં ડુંગળીનું મોંઘા ભાવનું બિયારણ રાજપરાના પટેલ એગ્રોમાંથી ખરીદ્યું હતું. જે એગ્રો સેન્ટરના માલિક પ્રકાશભાઈ પટેલ છે. તેમની પાસેથી લીધેલું બિયારણ ખરાબ નીકળતા ખેડૂતે તેમને જાણ કરી. ત્યારે જવાબ મળ્યો કે તળાજામાં નવકાર એગ્રો સેન્ટરના ડીલર, વલ્લભભાઈ આખા જિલ્લાના ડીલર હોઈ મેં ત્યાંથી આ બિયારણ લીધું હતું.
આ બિયારણની જાત સિડકો 52ની વેરાઇટી હતી. અસંખ્ય ખેડૂતોને આ ડુપ્લિકેટ બિયારણ ધાબડી દેતાં માં આવેલ છે એવું જાણવા મળેલ છે., એ દરેક ખેડૂતોને આ વર્ષનો ડુંગળીનો ખેતીપાક નિષ્ફળ ગયેલો હોવાથી ગ્રાહક સુરક્ષા મારફતે ન્યાય મેળવવા ખેડૂતોએ કાર્યવાહી કરવાનું વિચાર્યું છે. ગામડા વિસ્તારના ખેડૂત એગ્રો ના માલિક ઉપર વિશ્વાસ મૂકીને તે કે એ મુજબ પોતાની ખેતીવાડીમાં બિયારણની ખરીદી કરે છે અને ખેડૂતોનો ભોળપણનો લાભ એગ્રો ના માલિકો માલામાલ થાય છે .

આવું અનેક એગ્રો માં બની રહ્યું છે સરકારશ્રીએ પણ આ બાબતે ઊંડી તપાસ કરવી જોઈએ જેથી ખેડૂતો ને આવા ડુબલીકેટ બિયારણથી સાવચેત રહે અને કંપનીએ પણ પોતાનું જ બિયારણ જે તે એગ્રો માં વેચાણ થાય છે કે નહીં તેની પણ ખાનગી રાહે તપાસ કરવી જોઈએ આ બાબતે યોગ્ય કરવા ખેડૂતોની માંગણી છે તાળાજા તાલુકાના આવા વેચાણ કરતાં એગ્રો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા પણ ખેડૂતોની માંગ કરી છે. આવા બિયારણ ને કારણે અનેક ખેડૂતોનો પાક નિષ્ફળ જઇ રહ્યો છે. અને જો ખેડૂતોને ન્યાય નહી મળે તો ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવામાં આવશે અને સરકાર શ્રી ને પણ આ અંગેની જાણ કરવામાં આવશે. આ બાબતે યોગ્ય કરવા ખેડૂત સુખદેવ સિંહ ગોહિલ સાસિયા દ્વારા માંગ કરવામાં આવેલ છે.