મહાનગરપાલિકા દ્વારા આજ-રોજ તા.ર૫-૦ર-ર૦રર નાં રોજ “RMC on WhatsApp” સેવાનું લોન્‍ચીંગ ગુજરાત રાજયનાં માન. કેબિનેટ મંત્રી અને રાજકોટનાં માનનીય પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીનાં વરદૃ હસ્‍તે કરવામાં આવ્‍યું.

આંગળીનાં ટેરવે રાજકોટ મહાનગરપાલિકાની ૧૭૫ થી વધુ સેવાઓનો લાભ, WhatsAPP નાં માધ્‍યમથી લઇ શકાશ માન. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી દેશમાં ડીજીટલ સેવાનો મહતમ ઉપયોગ થાય તે દિશામાં આગળ વધી રહયા છે ત્‍યારે રાજકોટ મહાનગરપાલિકા પણ તેના હસ્‍તકની અનેકવિધ સેવાઓને તબકકાવાર પુરી પાડવા માટે અનેકવિધ સેવાઓને ડીઝીટલ માધ્‍યમમાં આવરી લેવામાં આવેલ છે. આજ-રોજ તા.ર૫-૦ર-ર૦રર નાં રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્યમાં સૌ પ્રથમ વાર મહાનગરપાલિકાની ૧૭૫ થી વધુ સેવાઓ ને “RMC on WhatsApp” નામના પ્રોજેકટ વડે વોટ્સ એપ પર આપવાની શરુઆત ગુજરાત રાજયનાં શિક્ષણ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, સાયન્સ અને ટેક્નોલોજી વિભાગનાં કેબિનેટ મંત્રી અને રાજકોટનાં માનનીય પ્રભારી મંત્રી  શ્રી જીતુભાઈ વાઘાણીનાં વરદ હસ્તે કરવામાં આવેલ. આ કાર્યક્રમનાં અધ્‍યક્ષ સ્‍થાને માન.મેયર ડો. પ્રદિપ ડવ ઉપસ્‍થિત રહેલ. 

આ પ્રસંગે માન. ધારાસભ્‍યશ્રી ગોવિંદભાઇ પટેલ, શ્રી લાખાભાઇ સાગઠીયા, ડેપ્‍યુટી મેયરશ્રી ડો. દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેનશ્રી પુષ્‍કરભાઇ પટેલ, મ્‍યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા, શાસકપક્ષ નેતાશ્રી વિનુભાઇ ઘવા, દંડકશ્રી સુરેન્‍દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભા.જ.પ. મહામંત્રીશ્રી કિશોરભાઇ રાઠોડ, શ્રી નરેન્‍દ્રસિંહ ઠાકુર, વિવિધ કમિટીનાં ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, અધિકારીગણ વિગેરે ઉપસ્‍થિત રહેલ. 

આ પ્રસંગે માન. કેબીનેટ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્‍યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ ૧૭૫ સેવાઓ આર.એમ.સી. ઓન વોટસએપમાં આવરી લેવામાં આવી છે. તે બાબત ખૂબ જ પ્રસંશનિય છે. સમગ્ર રાજયમાં પ્રથમ વખત આવી નવી પહેલ કરનાર રાજકોટ મહાનગરપાલિકાને સરકારશ્રી વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તેમજ રાજકોટની જનતાને તેમના આંગળીનાં ટેરવે મોબાઇલમાં ઉપલબ્‍ધ બનેલી આ સેવાનો મહતમ લાભ મેળવવા અનુરોધ કરૂં છું. માન.મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ સેવામાં મહાનગરપાલિકાની ચુંટાયેલી પાંખ તથા વહિવટી પાંખનાં તમામ પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ/ કોર્પોરેટરશ્રીઓનાં ફોન નંબર સાથેની વિગતો ઉપલબ્‍ધ છે.

વિશેષમાં, માન.મંત્રીશ્રીએ આ સેવામાં વખતો-વખત માહિતી તેમજ આનુસાંગીક સેવાઓનો આવશ્‍યક ઉમેરો તેમજ જરૂરીયાત મુજબનાં સુધારા-વધારા કરતા રહેવા રાજકોટ મહાનગરપાલિકાને સુચન કરેલ હતું. તેમજ માન.મંત્રીશ્રીએ આ વોટ્સએપ સેવાનું પ્રેઝન્‍ટેશન નિહાળી ખુશી વ્‍યકત કરેલ હતી. અને જરૂરી સુચનો કરેલ હતાં. 

વોટ્સએપ (WhatsAPP) એ વિશ્વભરમાં મોબાઈલ માં સૌથી વધારે વપરાતી ચેટ એપ્લીકેશન છે જે ઉપયોગમાં ખૂબ જ સરળ છે. વોટ્સએપ લોકોને ટેક્સ્ટ મેસેજ, 

મલ્ટીમીડિયા મેસેજ, ઓડિયો – વીડીયો ફાઈલો, PDF ફાઈલો વગેરેની સરળતાથી આપ-લે કરી શકાય તેવી સુવિધા પ્રોવાઈડ કરે છે. આ માટે લોકોએ મહાનગરપાલિકાનાં વોટ્સએપ નંબર +91-9512301973 ને પોતાના મોબાઈલ પર સેવ કરીને તેનાં પર Hi  મેસેજ કરવાથી ચેટબોટ એક્ટીવેટ થશે જેમાં લોકો English / ગુજરાતી એમ ભાષા સિલેક્ટ કરી શકશે. 

RMC on WhatsApp નો ઉપયોગ વડે લોકો મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ મિલ્કત વેરો, પાણી-દર, વ્યવસાય વેરો EC તેમજ RC , જુદી જુદી સ્પોર્ટ્સ યુટિલીટી , મહાનગરપાલિકા ની સેવાઓને લગત ફરિયાદો, વિવિધ પ્રકારની સેવાઓ મેળવવા માટે જરુરી ફોર્મ , મહાનગરપાલિકાનાં વિવિધ ટેન્ડરો, મહાનગરપાલિકા માં ભરતી અંગેની જાહેરાતો, મહાનગરપાલિકાની વિવિધ ઝોનલ ઓફિસો/ વોર્ડ ઓફિસો/ આરોગ્ય કેન્દ્રોનાં એડ્રેસ જીઓ લોકેશન સાથે, મહાનગરપાલિકાની જુદી જુદી T P Scheme ની યાદી, મહાનગરપાલિકાનાં તમામ અગત્યનાં ફોન નંબર વિગેરેની વિગતો ઉપરોકત  વોટ્સએપ ચેટ બોટ પરથી ખૂબ જ સરળતાથી મેળવી શકાશે. આ સેવાનો ઉપયોગ કરીને લોકો પોતાનાં પાછલાં વર્ષોમાં ભરેલ વેરાની રસીદો/બીલો, બાકી વેરાની રકમ વોટ્સએપ દ્વારા જાણી શકશે/ ડાઉનલોડ કરી શકશે. 

મહાનગરપાલિકા લોકોને તેમનાં વેરાબીલો PDF મારફતે વોટ્સએપ પર મોકલી આપશે તેમજ તેનું લોકો વોટ્સએપ પર થી જ સીધુ પેમેન્ટ કરી શકાશે અને પેમેન્ટ કર્યા બાદ તુરંત લોકોને પેમેન્ટ ની રસીદ પણ સીધી વોટ્સએપ પર મોકલવામાં આવશે જેથી લોકો ને જે રીતે તેઓ મહાનગરપાલિકાની કચેરી જે રુબરુ જઈ વેરાનું પેમેંટ કરવાથી મળતી રસીદ જેવો જ અનુભવ થશે.  ઉપરોક્ત તમામ પ્રક્રિયા Artificial Intelligence નો ઉપયોગ કરી વોટ્સએપ ચેટ બોટ દ્વારા કરવામાં આવશે. 

“RMC on WhatsApp”  પ્રોજેક્ટની જાહેરાત સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ દ્વારા ચાલુ વર્ષનાં બજેટમાં કરવામાં આવેલ. જેના અનુસંધાને પ્રોજેક્ટ મહાનગરપાલિકાના કોમ્પ્યુટર વિભાગની ટીમ દ્વારા ઈન હાઉસ ડેવલપ કરવામાં આવેલ છે. જે ગૈારવની બાબત છે.  

“RMC on WhatsApp” સેવાનાં ઉપયોગ વડે મહાનગરપાલિકા ની જુદી જુદી સેવાઓ માટે લોકોએ મહાનગરપાલિકાની ઓફિસે આવવાની જરૂરીયાત ઘટી જશે તેમજ લોકો પોતાના મોબાઈલમાં વોટ્સએપ દ્વારા મહાનગરપાલિકાની સુવિધાઓ સરળતાથી મેળવી શકશે. રીપોર્ટ – ડો વિજ્યેશ્વર મોહન

Leave a Reply

Your email address will not be published.

error: