સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખોરવાડ ના વિધાર્થીઓ ઝોન કક્ષાએ વિજેતા બન્યા

એન.સી.ઈ.આર.ટી.,એન.પી.ઈ.ટી., ન્યુ દિલ્હી અને જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,આણંદ (વલાસણ)મુકામે યોજાયેલ ઝોન કક્ષાની રોલ પ્લે સ્પર્ધામાં ઉમરેઠ તાલુકાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ખોરવાડના બાળકો અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ખેડા જિલ્લાના સ્પર્ધકો સામે પ્રથમ નંબર મેળવી વિજેતા બન્યા હતા. શાળાના આચાર્ય ડૉ.રીયાઝ દિવાન તથા શાળા પરિવાર દ્વારા વિજેતાઓને તથા બાળકોને તૈયાર કરનાર શિક્ષિકા ડૉ.રાજવી મુલાણીને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
રિપોર્ટર-મહમંદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર

Leave a Reply

Your email address will not be published.

error: