ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, તથા મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૪-૦૨-૨૦૨૨ના રોજ બારમાં તબકકાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

દેશના માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગરીબોના સશક્તિકરણ માટેનો આ મહાસેવા યજ્ઞ છે: રાજ્યના માન.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

અંત્યોદયના વિકાસનો સંકલ્પ એ જ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ છે: રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી  અગાઉની વિપક્ષની સરકારે ગરીબી દુર કરવાના ઠાલા વચનો આપ્યા હતા. ભાજપની સરકાર ગરીબી દુર કરવાનું કામ કરી રહી છે: મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી ગરીબ કલ્યાણ મેળો નામ જ સૂચવે છે કે તેમાં ગરીબોનું હિત સમાયેલ છે: મેયર ડૉ. પ્રદીપ ડવ સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો આસાનીથી અને એક જ મંચ પરથી મળી રહે તે માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૨માં તબક્કાનો “ગરીબ કલ્યાણ મેળો” તા.૨૪/૦૨/૨૦૨૨ના રોજ શ્રી અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ, પેડક રોડ  ખાતે  યોજાયો હતો. જેનો શુભારંભ ગુજરાત રાજ્યના શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અને રાજકોટના માનનીય પ્રભારી મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે કરાયો, વાહન વ્યવહાર અને નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના માન.મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનાં અધ્યક્ષસ્થાને મેયર ડૉ.પ્રદીપ ડવ ઉપસ્થિત રહેલ.   

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેરનાં ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ડેપ્યુટી મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ધવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, શિક્ષણ સમિતિ ચેરમેન અતુલભાઇ પંડિત, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા તથા જુદી-જુદી કમિટીના ચેરમેનશ્રીઓ તથા કોર્પોરેટરશ્રીઓ તથા નાયબ કમિશનર શ્રી સી.કે.નંદાણી, એ.આર. સિંહ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેલ. 

આ પ્રસંગે ગુજરાત રાજ્યના સરળ અને સાલસ સ્વભાવના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવેલ છે કે, માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી “સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ”થી ગરીબ કલ્યાણ મેળાની ૧૨માં તબક્કાની શરૂઆત ગુજરાત રાજ્યના વન વિસ્તાર દાહોદથી થઇ છે. આ વિસ્તાર ઉગતા સૂર્યનો વિસ્તાર છે. આ વિસ્તારમાં સૂર્યદેવતાનું પ્રથમ કિરણ પડે છે. દાહોદ જીલ્લો મધ્યપ્રદેશ અને ગુજરાતની હદને જોડતો જીલ્લો છે. ગરીબ કલ્યાણ મેળાનો ઉમદા હેતુ ગરીબોને ગરીબીની સીમારેખામાંથી બહાર લાવી, આર્થિક સમૃદ્ધિ તરફ લઈ જવાનો છે. સરકારે ગરીબોની વેદના સંવેદના અનુભવેલ છે. ગરીબ કલ્યાણ મેળામાં ૧.૪૭ કરોડ જરૂરીયાતમંદ લોકોને રૂ.૨૬,૬૭૬.૬૯ કરોડની સહાય આપવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં ગરીબ કલ્યાણ મેળા દ્વારા ગરીબો માટે સશક્તિકરણ અભિયાન શરૂ કરાયું છે. ૧૨માં તબક્કાના ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત રાજ્યના ૩૩ જીલ્લા ૪ મહાનગરોમાં ગરીબોને તેના હક્ક અને લાભો સામેથી આપવાનો સરકારશ્રીનો પ્રયાસ છે. ગરીબોને સશક્ત બનાવવાની આ વાત છે. ભૂતકાળમાં ગરીબી દુર કરવાના નારા કરનાર લોકોને આ ગરીબ કલ્યાણની વાત ક્યારેય નહિ સમજાય. ગરીબોને અદ્યતન આવાસ, વીમા સુરક્ષા, આયુષ્યમાન ભારત યોજના જેવી અનેકવિધ યોજનાથી સ્વમાની બનાવવામાં આવ્યા છે. અગાઉ ફક્ત યોજનાના બજેટ તૈયાર થતા. પરંતુ, આ સરકારી યોજનાનો લાભ લોકો સુધી પહોંચાડવાની સંવેદના ન હતી. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી  દેશના વડાપ્રધાન માન.શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરકારની તમામ યોજનાની સહાય લોકોને ઘેર-ઘેર પહોંચાડી છે. ગાંધીનગરથી નીકળતો રૂપિયો સહેજ પણ ઘસાયા વગર, સવાયો થઈને લોકો સુધી પહોંચે છે. માન.શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેવા એ જ સાધના બની છે અને તેના કારણે જ ગરીબ કલ્યાણ મેળા અવિરત યોજાઈ રહ્યા છે. રાજ્ય સરકારે મહાત્મા ગાંધીની ગ્રામ સ્વરાજ અને સુરાજ્યની ચળવળ આગળ ધપાવી છે. ગરીબોને ગરીબી સામે લડવા માટે આર્થિક અને શૈક્ષણિક શસ્ત્રો આપ્યા છે. ગરીબ કલ્યાણ મેળા ખરા અર્થમાં વચેટિયા માટેના નાબુદી મેળા બન્યા છે. રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં વસતા લોકો ગરીબ કલ્યાણ મેળા દ્વારા સરકારશ્રીની અનેકવિધ યોજનાનો લાભ મેળવતા થયા છે. બેંકેબલ યોજના, માતૃ બાળ કલ્યાણ યોજના, આવાસ યોજના દ્વારા “એક પંથ, કાજ અનેક” જેવા લાભો મલે છે. હવે ગરીબોએ ગરીબીમાં રહેવું નથી તેવું સ્વાભિમાન જાગૃત થયું છે. અને ખરા અર્થમાં ગરીબ કલ્યાણ  મેળો ગરીબોના સશક્તિકરણનું મહાઅભિયાન સાબિત થયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં આ અભિયાન આત્મનિર્ભર ગુજરાતથી શરૂ કરીને  આત્મનિર્ભર ભારત તરફ આગળ વધશે એ નિ:શક છે.

આ પ્રસંગે માન.મેયર ડૉ.પ્રદીપ ડવે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવેલ કે, ગરીબ કલ્યાણ મેળો એ નામ જ સૂચવે છે કે તેમાં

ગરીબોનું હિત સમાયેલ છે. છેવાડાના માનવીને તમામ પ્રકારની સુવિધા પુરી પાડવા માટે સરકારશ્રી માવતર બની કામગીરી કરી રહી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ લોકોને આરોગ્ય, શિક્ષણ વગેરે સહિતની સુવિધાઓ અપાય છે. તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા પણ શહેરીજનોને આરોગ્યની સવલત અપાય છે. સરકારી શાળામાં પણ શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવે છે. તેમજ લોકોની પરિવહનની સુવિધા ધ્યાને લઈ, સિટી બસ થકી વાહન વ્યવહારની સુવિધા અપાય છે.   

ગુજરાત રાજ્યના શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અને રાજકોટના માનનીય પ્રભારી મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવેલ કે, બારમાં તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો રાજ્યમાં શરૂ કરવામાં આવેલ છે. તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ કલ્યાણ મેળાનો વિચાર મુક્યો અને વચેટિયા દલાલોની દલાલી બંધ થઈ ગઈ અને ગરીબોને યોજનાઓનો સીધો લાભ મળતો થયો. ગુજરાત રાજ્યના સંવેદનશીલ અને સરળ તથા સાલસ સ્વભાવના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તા.૨૪/૦૨/૨૦૨૨ થી તા.૨૬/૦૨/૨૦૨૨ સુધી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરેલ છે. તેમજ કોઈ પણ ગરીબ નાગરિકને સહાયનું ફોર્મ ભરવા માટે કે સહાય મેળવવા માટે વચેટિયાઓને કટકી કે દલાલી આપવી પડતી નથી. વિરોધપક્ષોને વિચાર પણ નહોતો આવ્યો તેવા કામોની શરૂઆત આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલ છે. રૂ.૫૭૯ લાખની સહાય એક જ સ્થળે મળે છે જે એક ઇતિહાસ છે. વિપક્ષો ગમે તેટલો પ્રચાર કરે પણ જેને મળ્યું છે તેને પૂછે તો ખબર પડે કે તે કેટલા પ્રયત્નો પછી મળ્યું છે. ગરીબોને ટોઈલેટ, ઉજવલ્લા યોજના અંતર્ગત ગેસ, ગરીબોને ઘરમાં વીજળી આપવાના કામની શરૂઆત ગુજરાતની સરકારે શરૂઆત કરી, ત્યારબાદ સમગ્ર દેશમાં આ યોજનાઓનો અમલ થયો છે. ભાજપની સરકારે  ફક્ત વાતોથી કલ્યાણ નથી કર્યું પરંતુ, કલ્યાણકારી કામ કર્યું છે. મૂળભૂત રીતે લોકોના જીવનમાં ખુબ બદલાવ આવ્યો છે. કોઇપણ વચેટિયા વગર કરોડોની સહાય ગરીબોના કલ્યાણ માટે આપવા સરકાર સફળ થઈ રહી છે. શાળા આરોગ્ય ચકાસણી કરી, વિદ્યાર્થીઓના આરોગ્યની ખેવના કરી છે. આયુષ્માન કાર્ડએ ગરીબ મધ્યમ વર્ગના કુટુંબ માટે સંજીવની છે. આ કાર્ડથી સારામાં સારી સરકારી તેમજ  ખાનગી હોસ્પિટલમાં લાભાર્થી વટભેર સારવાર લઈ રહ્યા છે. સરકારે પ્રજાને સન્માન આપ્યું છે. સરકાર લોકોને સુખ સુવિધાઓ આપીને  કોઈ ઉપકાર  નથી કરતી પરંતુ, લોકોનો એ હક્ક છે, અને સરકાર તેમને આ હક્ક આપવાની ઉમદા ફરજ બજાવી રહી છે. બધા વચ્ચે સન્માનપૂર્વક અને પરોપકારના ભાવ સાથે સહાય આપવામાં આવે છે. જેના વડે મહાનગરનો વિકાસ થતો રહ્યો છે. ભૂતકાળમાં માન.શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હેમુ ગઢવી હોલમાં “સૌની યોજના”ની જાહેરાત 

કરી હતી. આજે નેવાના પાણી મોભે ચડાવ્યા છે. અગાઉ ટ્રેન દ્વારા પાણી અપાતું હતું અને ટેન્કર માટે કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડતું હતું. અગાઉ જ્યાં પાણીની લાઈનો ન હતી ત્યાં આજે નાની લાઈનોની જગ્યાએ મોટી લાઈનો નાખવામાં આવે છે. અગાઉ જ્યાં મેટલ રોડ પણ દુર્લભ હતો ત્યાં ડામર કે પેવરના રોડ થયા છે અને હવે સી.સી.રોડ બનાવા જઈ રહ્યા છે. સિંગલ ટ્રેક રોડના સ્થાને ટુ ટ્રેકથી માંડી સિક્સ ટ્રેક સુધીના સેન્ટ્રલ લાઈટીંગ ધરાવતા રોડ થયા છે.           

રાજ્યના વાહન વ્યવહાર અને નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રા ધામ વિકાસ વિભાગના માન.મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવેલ કે, સમગ્ર ગુજરાતમાં આજના દિવસે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૧૪ પહેલા દેશમાં વિપક્ષી સરકાર દ્વારા ફક્ત ગરીબી હટાવવાની વાત થતી હતી. તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબોને સીધી સહાય આપવાની યોજના શરૂ કરી અને તેના ૧૧ તબકકા પુરા કર્યા. આ ૧૨મો તબક્કો શરૂ કરાયો છે. તત્કાલિન કોંગ્રેસ સરકારના વડાપ્રધાન કહેતા કે, હુ દિલ્હીથી ૧ રૂ. મોકલું છું પ્રજા પાસે ૧૫ પૈસા પહોંચે છે. હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે હુ રાજ્યને ૧ રૂ. મોકલું છું રાજ્ય સરકાર સવા રૂપિયાના કામો કરે છે.  

આ ગરીબ કલ્યાણ મેળામાં કુલ ૬૬૩ લાભાર્થીઓને રૂ.૫૧૯.૫૩ લાખની સહાય આપવામાં આવેલ. આ પ્રસંગે જુદી જુદી યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાય અર્પણ કરાયેલ. આ અવસરે અગાઉ જે લાભાર્થીઓએ યોજનાનો લાભ લીધેલ તેવા ત્રણ લાભાર્થીઓ માનસી અશ્વિનભાઈ વિડજા, ઉર્મિલાબેન દિલીપભાઈ શાહ તથા વિણાબેન વિમલભાઈ ડાભીએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કરેલ.

આ ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને વિવિધ યોજનાઓ જેવી કે, એન.યુ.એલ.એમ. બેંકેબલ યોજના, પી.એમ. સ્વનિધિ યોજના, એન.યુ.એલ.એમ. સ્વસહાય જુથ રિવોલ્વિંગ ફંડ, એરિયા લેવલ ફેડરેશન રિવોલ્વિંગ ફંડ, એન.યુ.એલ.એમ. કૌશલ્ય તાલિમ, જનની સુરક્ષા યોજના, કસ્તુવરબા પોષણ સહાય યોજના, આયુષ્યમાન કાર્ડ, પી.એમ.જે.એ.વાય., આવાસ સહાય(ઈ.ડબલ્યુ.એસ.), સાઈકલ સહાય યોજના, ઈ-બાઈક પ્રમોશન, સ્ટુડન્ટ લોન, પી.એમ. જન ધન યોજના, એ.ટી.એલ.અલાઈડ ડેરી, હાઉસિંગ લોન, અટલ પેન્શન યોજના (APY), પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના (PMJJBY), પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP), સ્ટેન્ડ અપ ઇન્ડિયા, માનવ કલ્યાયણ યોજના, શ્રી વાજપાઈ બેંકેબલ યોજના, અન્નપૂર્ણા

યોજના, “રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (સંકટ મોચન યોજના)”, ઈન્દીરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃધ્ધ સહાય યોજના, નિરાધાર વિધવા સહાય યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, દિવ્યાંગ સાધન સહાય યોજના, બાંધકામ શ્રમયોગીને સ્કોલરશીપ, આકસ્મિક મૃત્યુ સહાય યોજના, આઈ.ટી.આઈના વિદ્યાર્થીઓને બસ પાસ અને  સ્ટાઇપેન્ડની યોજનાઓ, વ્હાલી દીકરી યોજના, નિસહાય કલાકારોને આર્થિક સહાય, વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સાઈકલ યોજના, આઈ.ટી.આઈ અને તાંત્રિક અભ્યાસક્રમો માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, મફત તબીબી સહાય, કુંવરબાઈનું મામેરૂ સહિતની યોજનાઓનો લાભ આપવામાં આવેલ. 

કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય મંચ પર ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરવામાં આવેલ તેમજ સ્વાગત પ્રવચન મ્યુનિ.કમિશનર શ્રી અમિત અરોરા દ્વારા કરવામાં આવેલ. રાજ્યના શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અને રાજકોટના માનનીય પ્રભારી મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી તથા વાહન વ્યવહાર અને નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રા ધામ વિકાસ વિભાગના માન.મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીનું બુકેથી સ્વાગત રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ તથા શહેર ભાજપ સંગઠન ટીમ દ્વારા કરવામાં આવેલ. જ્યારે મંચસ્થ મહાનુભાવોનું પુસ્તકથી સ્વાગત શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળાએ આભાર વ્યક્ત કરેલ. બાદમાં, ગુજરાત રાજ્યના શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અને રાજકોટના માનનીય પ્રભારી મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી તથા વાહન વ્યવહાર અને નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રા ધામ વિકાસ વિભાગના માન.મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી સહિતના મહાનુભાવો દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય અંતર્ગત બ્રાન્ડિંગ વાનને ફ્લેગ આપી, પ્રસ્થાન કરાવવામાં આવેલ.(પી.એ. ટુ મેયર) રીપોર્ટ – ડો વિજ્યેશ્વર મોહન

Leave a Reply

Your email address will not be published.

error: