માંગરોળ શેરિયાજ “બારા” ની ગ્રામ પંચાયત અલગ ફાળવવાભા આવી.

માંગરોળ આજે AIMIM પાર્ટી ની લેખિત અને મૌખિક રજુઆતને મળી મોટી સફળતા સરકારી જાહેરનામું બહાર પડયું પ્રાપ્ત વિગતો મુજબ શેરિયાજ ગામથી શેરિયાજ “બારા”ની ગ્રામ પંચાયત ને અલગ કરવાની વર્ષો જુની માંગણી પૂરી થતાં શેરિયાજ “બારા” ઉપર વસતા લોકો ખુશ થયા છે.
આ માગણી વર્ષો જુની હતી ઘણા રાજકીય પકોએ આ બાબતે સરકાર શ્રી ને રજુઆતો કરેલ પરંતુ કોઈ પરિણામ ના આવતાં, અંતે શેરિયાજ “બારા” ઉપર વસતા AIMIM પાર્ટીના સહ મંત્રી અસગર મીયાં બાપુએ અને ત્યાંના સથાનિક માછીમાર ભાઈઓએ AIMIM પાર્ટીના જીલ્લા પ્રમુખ સુલેમાન પટેલ ને આ અંગે વાકેફ કરતાં તેઓએ પ્રદેશ અધ્યક્ષ સાબીર ભાઈ કાબલીવાલાની સુચના મુજબ આ પ્રશ્નનો તાત્કાલિક નિવેડો આવે અને શેરિયાજ “બારા” ની ગ્રામ પંચાયત સરકાર અલગ ફાળવે તે બાબતે સરાકાર મા લેખિત અને મૌખિક રજુઆતો કરેલ જેના ભાગ રુપે અલગ ગ્રામ પંચાયત ફાળવવા અંગે નુ જાહેરનામું બહાર પડી જતાં AIMIM જુનાગઢ જીલ્લા ના પ્રમુખ સુલેમાન પટેલે ગુજરાત સરકાર નો આભાર વ્યકત કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે આ શેરિયાજ ‘બારા’ ની જનતા હજુ ત્યાના માછીમારો માટે જે અંદાજે ચાર કરોડ અને પાંસઠ લાખના ખર્ચે બોટો રાખવા ભાટે ગોદી બનવાની હતી તેનુ ટેન્ડર પણ બહાર પડી ગયેલ અને કોન્ટ્રાકટ પણ આપી દેવામા આવેલ તેમ તેમ છતાં આ રકમ બીજે ફાળવાઈ જતાં શેરિયાજ બારાના માછીમારો આ સુવિધા થી વંચિત રહી ગયેલ. આ વાતને આજે આઠ વર્ષ વિતી જવા છતાં કોઈ નિર્ણય લેવામા આવેલ નથી કે ના હજુ સુધી આ બાબતે કોઈએ ધ્યાન આપેલ છે.
ગોદીનુ કામ ના થવા બાબતે AIMIM ના ગુજરાત પ્રદેશ મહામંત્રી અને જુનાગઢ જીલ્લા પ્રમુખ સુલેમાન પટેલે ભાજપ અને કોંગ્રેસ બન્ને ને જવાબદાર ઠેરવીને શેરિયાજ ના માછીમારો ઉપર અન્યાય કર્યા હોવાનુ જણાવેલ છે.