માંગરોળ શેરિયાજ “બારા” ની ગ્રામ પંચાયત અલગ ફાળવવાભા આવી.

માંગરોળ તા. ૧૩-૦૨-૨૦૨૨ AIMIM પાર્ટી ની લેખિત અને મૌખિક રજુઆતને મળી મોટી સફળતા સરકારી જાહેરનામું બહાર પડયું પ્રાપ્ત વિગતો મુજબ શેરિયાજ ગામથી શેરિયાજ “બારા”ની ગ્રામ પંચાયત ને અલગ કરવાની વર્ષો જુની માંગણી પૂરી થતાં શેરિયાજ “બારા” ઉપર વસતા લોકો ખુશ થયા છે. આ માગણી વર્ષો જુની હતી ઘણા રાજકીય પકોએ આ બાબતે સરકાર શ્રી ને રજુઆતો કરેલ પરંતુ કોઈ પરિણામ ના આવતાં, અંતે શેરિયાજ “બારા” ઉપર વસતા AIMIM પાર્ટીના સહ મંત્રી અસગર મીયાં બાપુએ અને ત્યાંના સથાનિક માછીમાર ભાઈઓએ AIMIM પાર્ટીના જીલ્લા પ્રમુખ સુલેમાન પટેલ ને આ અંગે વાકેફ કરતાં તેઓએ પ્રદેશ અધ્યક્ષ સાબીર ભાઈ કાબલીવાલાની સુચના મુજબ આ પ્રશ્નનો તાત્કાલિક નિવેડો આવે અને શેરિયાજ “બારા” ની ગ્રામ પંચાયત સરકાર અલગ ફાળવે તે બાબતે સરાકાર મા લેખિત અને મૌખિક રજુઆતો કરેલ જેના ભાગ રુપે અલગ ગ્રામ પંચાયત ફાળવવા અંગે નુ જાહેરનામું બહાર પડી જતાં AIMIM જુનાગઢ જીલ્લા ના પ્રમુખ સુલેમાન પટેલે ગુજરાત સરકાર નો આભાર વ્યકત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: