આણંદ જિલ્લા ભાજપ લઘુમતિ મોરચા ની પ્રથમ પરિચય મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું

આણંદ જિલ્લા ભાજપ લઘુમતિ મોરચા ની પરિચય મીટીંગ તા.૦૯/૦૨/૨૦૨૨ બુધવારે બપોર ૧.૦૦ વાગે ઇકબાલ રાજધાનીની ઓફીસ રાખવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતિ મોરચા ના સહ કાર્યાલય મંત્રી,જિલ્લા ભાજપ લઘુમતિ પ્રભારી રીયાઝ શેખ ધ્વારા “નમો એપ”માઈક્રો ડોનેશન વિશેને જાણકારી આપી હતી.

તથા લઘુમતિ મોરચા ના સભ્યો ને પરિચય આપ્યો. ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતિ મોરચા કારોબારીસભ્ય બિલાલ દિવાન જિલ્લા પંચાયત સભ્ય સાજીદ રાણા,પ્રમુખ ઇરફાન કાજી,મહામંત્રી ફિરોજ મોગરિયા, કાર્યાલય મંત્રી ફારૂક ખેડાવાલા તથા ઉપપ્રમુખ અશરફ બેગ મિર્ઝા ,ફરીદભાઈ લશ્કરી,મંત્રી વસીમ મલેક ,આઈ .ટી.સાદિક મલેક મંત્રીઓ, કોષાધ્યક્ષ પ્રવિણસિંહ, મંત્રી ઈમરાન મનસુરી કારોબારી સભ્યો તથા ભાજપ ના કાર્યકરો સંગઠન કાર્યકરો હાજર રહયા હતા. રિપોર્ટર – મહમંદ રફિક જે દિવાન આણંદ તારાપુર