નમસ્કાર સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નગરપાલિકા શહેર વિભાગ  શાળા નંબર ૨૮ માં વિઝન પીએસસી બુક નુ વિતરણ કરવામાં આવ્યું

આજરોજ ધોરણ ૬ માટે સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા  પ્રાયમરી સ્કોલરશીપ પરીક્ષા દર વર્ષે યોજાય છે . આ વર્ષે પણ અમારી શાળાના ૨૦ બાળકોએ આ પરીક્ષામાં  ભાગ લીધેલ છે અમારી શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે દરરોજ એક કલાક આ પરીક્ષા માટે તા ૫ nmms પરીક્ષા માટે બાળકોને તૈયાર કરવા તથા આ કોમ્પિટિટિવ એક્ઝામમાં જે પ્રકારે પ્રશ્નો પુછાય છે તે માટેની વિઝન psc  બુક મંગાવી, આજરોજ બાળકોને વિતરણ કરવામાં આવ્યું છે. જેથી તેઓ આ પરીક્ષામાં સારુ પર્ફોમન્સ આપી શકે અને મહત્તમ વિદ્યાર્થીઓ પાસ થઈ મેરીટ માં આવે તો તેઓને દર માસના એક હજાર લેખે બાર માસના બાર હજાર રૂપિયા અને ચાર વર્ષમાં ૪૮ હજાર રૂપિયા તેના ડાયરેક્ટ બેનિફિટ એકાઉન્ટમાં જમા થાય છે અત્રે આ પ્રસંગે અમારી શાળાના એસ.એમ.સી.ના અધ્યક્ષ શ્રી ચિરાગ અલી શાહ  સભ્યો જમીલાબેન મન્સૂરી અને તેજલ બેન વસાવા હાજર રહી પ્રસંગ ને શોભવ્યો હતો.રિપોર્ટર-મહમંદ રફિક જે દિવાન આણંદ તારાપુર

Leave a Reply

Your email address will not be published.

error: