ગુજરાતમાં ગેરકાયદે ચાલતા દારૂના અડ્ડાઓ અને હપ્તાખોરી વિરુદ્ધ લડતમાં જોડાવા જાગૃત નાગરિકોને વિનમ્ર અપીલ

અમદાવાદમાં ગેરકાયદે ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા તેમજ દારૂના અડ્ડાઓ ઉપરથી હપ્તા ઉઘરાવતા વહીવટદારો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે દારૂના અડ્ડાઓનાં લીસ્ટ તેમજ જે-તે પોલીસ સ્ટેશનના વહીવટદારોનાં નામો સાથે ગુજરાતના ગૃહમંત્રીશ્રીને રૂબરૂ મળીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવાની તેમજ જો સરકાર આ દારૂના અડ્ડાઓ બંધ ન કરાવે તો દારૂના અડ્ડાઓ ઉપર જનતા રેડ જેવા કાર્યક્રમો માટેની ટીમના ગઠન તેમજ વહીવટદારો અને ભ્રષ્ટ અધિકારીઓની બેનામી સંપત્તિની તપાસ માટે સમિતિની રચના બાબતે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં રિટ દાખલ કરવા બાબતની ચર્ચા વિચારણા માટે તારીખ – 13/02/2022 ને રવિવારે બપોરે 2 થી 5 દરમિયાન નીચે જણાવેલ સ્થળે બેઠક રાખેલ છે જેમાં ઉપસ્થિત રહેવા અમદાવાદ શહેર/જિલ્લાના જાગૃત નાગરિકોને નમ્ર વિનંતી છે આ વિષયમાં આગામી દિવસોમાં વડોદરા, સુરત, રાજકોટ,  જૂનાગઢ, ભાવનગર, મહેસાણા, પાલનપુર, ગાંધીધામ અને ભૂજ વગેરે શહેરોમાં બેઠકો યોજવામાં આવશે.. ગુજરાત રાજ્યમાં હવે ગેરકાયદે દારૂનાં અડ્ડાઓ તેમજ હપ્તાખોરી નહીં ચાલવા દઈએ જય ગુજરાત 

ATUL DAVE – 98259 26951 (પ્રમુખ – ગુજરાત નવનિર્માણ સેના) A/8, Tirupati Shopping Center,

Vishal Nagar Road, NR.Govindvadi, Isanpur, Ahmedabad.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: