અલંગ-સોસિયા શિપ બ્રેકીંગ યાર્ડમાં ફરી ઝેરી કચરો અવાર નવાર સળગાવવા માં આવતો હોય છતાં તંત્રને કેમ ધ્યાન એ નથી આવતું.

સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે આજ રોજ તારીખ ૯/૨/૨૦૨૨  સાંજના છ કલાકની આસપાસ કટીંગ ના પ્લોટમાં બેફામ રીતે ઝેરી કચરો બાળવામાં આવી રહ્યો હતો અવાર નવાર રજૂઆતો કરવા છતાં કોઇ ફરક પડતો નથી કોઈપણ અધિકારીનો કે ગુજરાત પ્રદૂષણ બોર્ડ નો ડર રહ્યો નથી અને સ્થાનિક લોકોને પણ હવે એવું લાગે છે કે ઝેરી કચરો સળગાવે તો આરોગ્ય સારું રહે અને અમે રજૂઆતો કરી રહ્યા છીએ એ કદાચ અધિકારીઓને ખોટી લાગતી હશે અથવા સ્થાનિક લોકોને ખોટી લાગતી હશે પરંતુ આ મોટી મોટી આગ લગાવે છે અને આપણા પર્યાવરણને અને આપણા આરોગ્યને નુકસાન કરે છે આવનાર પેઢી આપને કદી માફ નહીં કરે મારા સ્થાનિક લોકોને પણ કહેવું છે કે તમે થોડીક જાગૃતિ લાવો અને થોડોક પોતાનો અંગત સ્વાર્થ છોડો થોડા પૈસા માટે આપણી ભાવિ પેઢીને આવા પ્રદૂષણ વિસ્તારમાં અને આરોગ્ય સામે ખતરો ખેલવાનો મોકો ન આપો. અમને તો હવે એવું લાગે છે કે અમારી ફરિયાદો અધિકારીઓ દ્વારા પણ કાગળ માનીને એક ટોપલીમાં નાખી દેવામાં આવે છે પણ અમે પણ અમારી રજૂઆતો ચાલુ જ રાખ્યું અને એક દિવસ એવો આવશે કે સત્યનો વિજય થાય છે અને સરકાર ગમે ત્યારે ગમે તે સમયે પુરાવા માગશે ત્યારે અમો આપવા માટે બંધાયેલા છીએ. આજે ભલે ઉદ્યોગપતિઓ અને અધિકારીઓ પોતાના જોરે બધું કરી રહ્યા હોય અને કોઈ અધિકારીઓને ડર રહ્યો ન હોય પણ અમે તો ગાંધીજીના ચિંધ્યા માર્ગે ચાલવા વાળા માણસો છીએ જો ગાંધીજીએ એક લાકડીના ટેકે આઝાદી અપાવી હોય તો અમે અમારી પેનની તાકાતથી આ વિસ્તારના પર્યાવરણ માટે અને આરોગ્ય માટે અમારી પેનની તાકાતથી લડત ચાલુ રહેશે.

પર્યાવરણ અંગેની વારવાર ફરિયાદ કરવા છતાં કોઈ કડક પગલાં ન લેવાના કારણે અમોને હવે એવું લાગી રહ્યું છે કે શું આની અંદર કોઈ મોટો ભ્રષ્ટાચાર હોય કે પછી તંત્ર આંખ આડા કાન કરીને બેઠું છે તો શું આ બધું કોના કહેવાથી અને કોની મરજી મુજબ થાય છે એ તો હવે આવનારો સમય જ બતાવશે અને આવી રીતે કચરો જોબાળ તા રહેશે તો પછી દિલ્હી જેવી હાલત ભાવનગર જિલ્લામાં થાય તો કોઈ નવાઈ નથી ભાવનગર જીલ્લો તો ઠીક છે પણ અલંગ નો દરિયા કિનારો એટલે કે હિંદ મહાસાગર પણ પ્રદૂષિત થઈ રહ્યો‌ છે  હિંદ મહાસાગર ની અંદર રહેતો આ દરિયા આવી ગયું  આના કારણે અવારનવાર અનેક જીવો મૃત્યુ હાલતમાં કાંઢા ઉપર જોવા મળતા હોય તેમ છતાં પણ તંત્રના ઉપર કોઈ ધ્યાન પર આપતું ન હોય તેવી રજૂઆત ઘણી વખત કરવામાં આવી હોય ત્યારે શું ભાવનગર જિલ્લા ગુજરાત મેરીટાઇમ બોર્ડ  તેમજ ગુજરાત રાજ્ય પ્રદૂષણ બોર્ડ દ્વારા જો આની ઉપર પૂરતું ધ્યાન દેવામાં નહીં આવે તો ગુજરાતના અલંગ બંદર વિસ્તારને સુરક્ષિત અને પ્રદૂષણ મુક્ત બનાવી શકાય એવું મને નથી લાગતું.. સત્તાવાર તમામ માહિતી મેળવીને લેખિત ફરિયાદ કરવામાં આવશે. રીપોર્ટ – સુખદેવસિંહ ગોહિલ સોસિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: