મોદી સાહેબ કોંગ્રેસ ન હોત તો શું ન થયું હોત એ આપે રાજ્યસભામાં જણાવ્યું એટલે મને થયું કે હું પણ આપને થોડું ઘણું યાદ કરાવું કે જો ભાજપ ન હોત તો

ગુજરાતમાં (૧) શ્રી જગન્નાથ મંદિરની કરોડોની જમીન મફતના ભાવે મુસ્લિમને ન અપાઇ હોત (૨) ગૌચરની જમીનો ઉપર દબાણો ન થયા હોત (૩) સનાતન ધર્મના મંદિરોનો વહીવટ સરકારે ન લઈ લીધો હોત (૪) મંદિરો ન તૂટ્યાં હોત (૫) ગૌરક્ષકો ઉપર ખોટાં કેસો ન થયાં હોત (૬) હરેન પંડ્યાની હત્યા ન થઈ હોત (૭) સંજય જોષીની નકલી સીડી ન બની હોત (૮) કિશન ભરવાડની સરાજાહેર હત્યા ન થઈ હોત (૯) ચૌદ પાટીદાર દિકરાઓ શહીદ ન થયા હોત અને ઘરમાં ઘૂસી બહેન દિકરીઓને અપશબ્દો ન બોલાયા હોત (૧૦) ખેડૂતોનું દેવું માફ થઈ ગયું હોત (૧૧) રાજ્યનું દેવું ₹ ૩૩ હજાર કરોડથી સાડા ત્રણ લાખ કરોડે ન પહોંચ્યું હોત વગેરે વગેરે 

હિન્દુસ્તાનમાં (૧) પેટ્રોલના ભાવ ₹ ૭૦ થી ૧૦૦ ગેસના ભાવ ₹ ૪૦૦ થી ₹ ૯૦૦ ડોલર સામે રૂપિયાની કિંમત ₹ ૬૫ થી ₹ ૭૫ ન થયા હોત (૨) દેશનો જીડીપી આટલો નીચે તેમજ માઈનસમાં ન ગયો હોત (૩) પુલવામા અને પઠાણકોટ જેવા આતંકી હુમલામાં દેશના વીર જવાનો શહિદ ન થયાં હોત (૪) ચીને દેશની સીમમાં ઘૂસણખોરી અને અરૂણાચલ પ્રદેશમાં ગામ ન વસાવ્યું હોત (૫) એક વર્ષ સુધી ખેડૂતો ને આંદોલન ન કરવું પડ્યું હોત અને ૭૦૦ ખેડૂતોએ પોતાના જીવ ન ગુમાવ્યા હોત (૬) ભારત કુપોષણ અને ગરીબીમાં પ્રથમ હરોળમાં ન આવી ગયો હોત (૭) મોંઘવારી અને બેરોજગારીનો દર ટોચે ન પહોંચી ગયો હોત (૮) દેશની મહામૂલી કંપનીઓ વેંચાઈ ન ગઈ હોત (૯) નાના વેપારીઓ માટે ખતરારૂપ એફડીઆઈ ૪૯ ટકા થી સીધું ૧૦૦ ટકા ન થયું હોત (૧૦) પઠાણકોટ માં હુમલો કરાવવાનો જેની ઉપર આક્ષેપ હોય એ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ ને તપાસ માટે ભારતમાં આવવાની મંજૂરી ન મળી હોત (૧૧) અર્થતંત્રને ખોખલું કરી દેનાર નોટબંધી જેવો તઘલખી અને અવિચારી નિર્ણય ન લેવાયો હોત વગેરે વગેરે

ઉપર જણાવેલ બાવીસે બાવીસ ગંભીર મુદ્દે ભાજપના કોઈ મોટા નેતા કે કોઈ ધારાસભ્યશ્રી કે સંસદસભ્યશ્રીને વાંધો હોય તો મારી સાથે મિડિયા અને જનતાની હાજરીમાં જાહેર ચર્ચામાં આવવા મારી ઓપન ચેલેન્જ છે બીજી ખાસ વાત એ કે મારે ભાજપ કે કોંગ્રેસ સાથે કશું લેવા દેવા નથી પરંતુ શાસનમાં હોય એમણે સંસદમાં એમની સરકારે કરેલાં કામો ગણાવવાનાં હોય આગળની સરકારે શું કર્યું કે નથી કર્યું એ ચૂંટણીની સભામાં કે પ્રચારમાં કહેવાનું હોય જય ગુજરાત

ATUL DAVE – 98259 26951 (પ્રમુખ – ગુજરાત નવનિર્માણ સેના) A/8, Tirupati Shopping Center,Vishal Nagar Road, NR.Govindvadi, Isanpur, Ahmedabad.

Leave a Reply

Your email address will not be published.

error: