જનજાગૃતિના “અટલ ભૂજલ રથ”ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

“જન-જન ને ભૂજલ” – રાજ્યના અંતિમ નાગરિક સુધી અટલ ભૂજલ યોજનાની માહિતી અને સંદેશ પહોંચતો કરવા સરકાર સંકલ્પબધ્ધ : શ્રી ઋષિકેશ પટેલ રાજ્યના પાણીથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં ‘અટલ ભૂજલ યોજના’ કાર્યાન્વિત કરીને પાણીના સ્તર ઉંચા લાવવાનો ભગીરથ પ્રયાસ સરકારે હાથ ધર્યો છે – શ્રી ઋષિકેશ પટેલ રાજ્યના ૬ જિલ્લાઓના ૩૬ તાલુકાના ૨,૨૫૨ ગામોના ગ્રામજનોને માહિતગાર કરવા રથ ભ્રમણ કરશે

જળસંપતિ અને પાણીપુરવઠા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે રાજ્યના અંતિમ નાગરિક સુધી અટલ ભૂજલ યોજનાનો સંદેશો પહોંચતો કરી “જન-જન ને ભૂજલ” માટેનો સંકલ્પ કર્યો હોવાનું જણાવ્યું છે. મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જન જનમાં અટલ ભૂજલ યોજના અંગે માહીતી પહોંચતી કરવા  ગાંધીનગર ખાતે થી અટલ ભૂજલ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતુ. રાજ્યના પાણીથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ‘અટલ ભૂજલ યોજના’ અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરીને પાણીના સ્તર ઊંચા લાવવાનો ભગીરથ પ્રયાસ હાથ ધરાયો છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ અંતર્ગત દેશભરમાં શરૂ કરાયેલ ‘અટલ ભૂજલ યોજના’ અંતર્ગત સરકાર અને સમાજના સહિયારા પ્રયાસ અને  જનભાગિદારીથી *પાણીના ટીપે ટીપાનો કાર્યક્ષમ ઉપયોગ થાય, પાણીનો વ્યય ઘટે અને સંગ્રહમાં વધારો થાય , ટકાઉ ભૂગર્ભજળ વ્યવસ્થાપન પધ્ધતિઓ દ્વારા પાણીની અછતવાળા વિસ્તારોમાં ભૂગર્ભજળ સંશાધનોના સંચાલનને વધુ સુદ્રઢ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અટલ ભૂજલ યોજના અંગે જનજાગૃતિ વધે તે માટે ગુજરાત રિસોર્સિસ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રાજ્યના ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ એમ કુલ ૬ જિલ્લાઓના ૩૬ તાલુકાઓના ૨૨૫૨ ગામડાઓમાં અટલ જલ રથનું ભ્રમણ કરવામાં આવશે.

કેન્દ્ર અને રાજ્ય સરકારનાં વિવિધ વિભાગો, પંચાયતી રાજ્ય સંસ્થાઓ, બિન સરકારી સંગઠનો, ખેડૂતો, પાણી વપરાશકાર મંડળો અને અન્ય હીસ્સેદારોને સાંકળીને સર્વગ્રાહી રીતે ભૂગર્ભ જળ વ્યવસ્થાપનના હેતુસર આ યોજનાની અમલવારી કરવામાં આવી છે. ટકાઉ વિકાસની પરિકલ્પના ખરા અર્થમાં ચરિતાર્થ કરીને આવનારી પેઢી માટે પણ જળસંચય અને પાણીના ઉત્તમ વપરાશ માટે પાણીનો જથ્થો ખૂટે નહીં તે પ્રકારનું આયોજન અટલ ભૂજલ યોજના અંતર્ગત સમગ્ર રાજ્યમાં હાથ ધરાયું છે

કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાની શ્રેષ્ઠ અમલવારી માટે વિવિધ રાજ્યો માટે કુલ ૬૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યને કુલ રૂ. ૭૪૧.૨૩ કરોડની ફાળવણી કરવામાં આવ્યો છે. જેમા રૂ.૨૦૨.૧૨ કરોડ ઇંવેસ્ટમેન્ટ કમ્પોનન્ટ માટે અને રૂ. ૫૩૯.૧૧ કરોડ ઇંન્સેંન્ટીવ કમ્પોનન્ટ માટે ફાળવણી કરવામાં આવી છે – અમિતસિંહ ચૌહાણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: