ગોકુલધામ – નારનાં ભક્તિ સેવાશ્રમનો પ્રવાસ યોજાયો

ગોકુલધામ નારના ભક્તિ સેવાશ્રમ નો પ્રવાસ યોજાયો હતો. ગોકુલધામ – નાર દ્વારા આબાલવૃદ્ધ તેમજ રાજાથી લઇ ટ્રંક સુધીના લોકોની સુખાકારી માટે વિવિધ આયોજન કરવામાં આવે છે . તાજેતરમાં ભક્તિ સેવાશ્રમ ( વૃધ્ધાશ્રમ ) નાં બા – દાદાઓને તાજેતરમાં સ્વામિનારાયણ નીલકંઠધામ પોઇચા તેમજ સ્ટેચ્યુ ઓફ યુનીટનો પ્રવાસ કરાવવામાં આવ્યો હતો .

મીનીબસમાં નીકળતા પહેલાં બા – દાદાઓને શુકદેવ સ્વામીએ આશીર્વાદ પાઠવ્યા હતા . નીલકંઠધામ પોઇચા દર્શન કર્યા હતા તેમજ સાંજની સવારીના આરતીના દર્શન કર્યા હતા . તેમજ બીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનીટીની ગેલેરી , વેલી ઓફ ફ્લાવર અને સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી હતી . કુંબેર ભંડારી શિવજીના મંદિર કરનાલીમાં પણ દર્શન કર્યા હતા . કુલ “૨૨ બા – દાદાઓ પ્રવાસમાં જોડાયા હતા અને પ્રવાસનો આનંદ લીધો હતો – રિપોર્ટર-મહમંદ રફિક જે દિવાન આણંદ તારાપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: