દેશના વડાપ્રધાન ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે મોટાભાગની સિસ્ટમ ઓનલાઇન  શરૂ કરી છતાં ભ્રષ્ટાચારી બાબુઓ મા ખાવ કી ટેવ ના અટકી!!!

ટંકારામાં ૧૦૦૦ કરોડની જમીન પ્રકરણમાં સરકારી કર્મચારીઓ તપાસના ચક્રોગતિમાન કરવામાં કયા ગ્રહો નડે છે એ વિકાસલક્ષી સરકાર માટે લાલબત્તી સમાન બન્યું!”

આપણા દેશના વડાપ્રધાન હું ખાતો નથી ખાવા દેતો નથી તેનો ભૂતકાળ માં  ચૂંટણીપ્રચારનો સુર આજે પણ પ્રજા ભૂલી નથી!? ત્યારે ભ્રષ્ટાચારને ખતમ કરવાના પ્રયાસો અંતર્ગત દેશના વડાપ્રધાને મોટાભાગની સરકારી કચેરીઓમાં પ્રજા ના ઝડપી વિકાસ લક્ષી કાર્યોને વેગ મળે અને ભ્રષ્ટાચારીઓ અટકે તેવા પ્રયાસો અંતર્ગત મોટાભાગની ઓન લાઈન સિસ્ટમ શરૂ કરી છે તેમાં પણ ભ્રષ્ટાચારની કટકીબાજ નો વાયરસ અટકવાનું નામ જ ન લેતો હોય તેમ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની કચેરીઓમાં પટાવાળાથી લઇ જિલ્લા કક્ષાના અધિકારીઓ લાંચ પ્રકરણમાં ઝડપાયેલા ના દાખલા સતત અખબારોના સમાચાર બને છે ત્યારે રાષ્ટ્રહિત પ્રજાહિત કાર્યમાં ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ અને વિકાસ ની વાતો કરનારા નેતાઓ માટે લાલબત્તી સમાન ઘટનાઓ પ્રકાશમાલી રહી છે

 ત્યારે રાજકોટ શહેરના પોલીસ કમિશનર પર ભ્રષ્ટાચારના આક્ષેપો પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવ્યા છે પરંતુ છેલ્લા છ થી સાત માસ જેવો સમય થયો છે ટંકારામાં ૧૦૦૦ કરોડની જમીન નું ભ્રષ્ટાચાર અંતર્ગત આંદોલન ઉપવાસ ચાલી રહ્યું છે જેમાં એક માલધારી સમાજ હમીરભાઇ તેમજ ભરતભાઈ સોલંકી દ્વારા સતત ટંકારાની મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલનનો અંત આવવાનું નામ જ લેતું નથી તે વિકાસ લગતી સરકાર ના રાજમાં શાસક પક્ષના નેતાઓ દેખાતું નથી? વિરોધ પક્ષના કહેવાતા કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી આ સામાજિક કાર્યકર ઉપવાસ આંદોલન મુલાકાત લઈ ખરી તપાસ કરી ગુનેગારોને સજાપાત્ર માટે આગળ આવતા કેમ નથી? જો આ ઉપવાસીઓ ની રજૂઆત ખોટી હોય તો તેના સામે પણ તંત્ર ગુનો દાખલ કરી શકું તેમ નથી? સાચી હોય તો તેને ન્યાય અપાવવામાં કેમ? જિલ્લા કક્ષાના અધિકારીઓને રસ નથી? નોંધનીય છે કે લોકશાહીમાં પણ લોકો તાનાશાહી નો મતદાર પ્રજા મહેસૂસ કરે તો ખોટું શુ??? રિપોર્ટ: ઔતમ ધામેચા ટંકારા

Leave a Reply

Your email address will not be published.

error: