ગુજરાતે કરી બતાવ્યું : ૧૦ કરોડ વેક્સિન ડોઝ ગુજરાતમાં ૯૩.૮ ટકા કોરોના રસીકરણ સંપન્ન

૧૦ કરોડ વેક્સિનેસનની સિધ્ધી બાદ રાજ્યમાં ૧૦૦ ટકા રસીકરણનો નિર્ધાર કરતા આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ
ગુજરાતે કોરોના રસીકરણ ક્ષેત્રે રસીના ૧૦ કરોડ ડોઝ પૂર્ણ કરીને અદ્વિતીય સિધ્ધી હાંસલ કરી છે તેમ આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે. આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે રાજ્યના તમામ નાગરિકો અને હેલ્થકેર વર્કસનો આ અક્લ્પનીય સિધ્ધીને સિધ્ધ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૧૬ મી જાન્યુઆરી ૨૦૨૧ એ આરંભેલા કોરોના રસીકરણ મહાઅભિયાનમાં રાજ્યના નાગરિકો અને સરકારના સહિયારા પ્રયાસોનું આ પરિમામ છે. રાજ્યમાં 18 થી વધુ વયના 4 કરોડ 87 લાખ 11 હજાર 681 એટલે કે 98.9 ટકા લાભાર્થીઓએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 4 કરોડ 59 લાખ 36 હજાર 481 એટલે કે 93.1 લાભાર્થીઓએ રસીનો બીજો ડોઝ, રાજ્યના 15 થી 17 ની વયના 28 લાખ 44 હજાર 496 લાભાર્થીઓ એટલે કે 79.9 ટકાને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 10 લાખ 10 હજાર 267 લાભાર્થીઓ એટલે કે 52.2 ટકા એ કોરોનાની રસીનો બીજો ડોઝ અને 16 લાખ 21 હજાર 138 લાભાર્થીઓ 61.3 ટકા એ કોરોનાની રસીનો પ્રિકોશન ડોઝ મેળવીને કોરોના સામે સુરક્ષા કવચ પ્રાપ્ત કર્યું છે. આમ રાજ્યમાં 10 કરોડ 1 લાખ 24 હજાર 63 ડોઝ સાથે રાજ્યમાં 93.8 લાભાર્થીઓને કોરોનાની રસીના ડોઝ આપવમાં આવ્યા છે.

આજે જ્યારે કોરોનાની રસીના 10 કરોડ ડોઝ પૂર્ણ થયા છે ત્યારની સ્થિતિએ રાજ્યમાં કોવિશિલ્ડ રસીના 23 લાખ 95 હજાર 130 અને કોવેક્સિનના 3 લાખ 33 હજાર 320 આમ કુલ 27 લાખ 28 હજાર 450 કોરોનાની રસીનો ડોઝનો બફર સ્ટોક રાજ્ય સરકાર પાસે છે. રાજ્યમાં પ્રતિ દસ લાખ બે ડોઝના લાભાર્થીએ 9,96,724 રસીના ડોઝ આપીને દેશમાં મોટા રાજ્યોમાં ગુજરાતે અગ્રિમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. 10 કરોડ કોરોના રસીની સિધ્ધી સંદર્ભે આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે રાજ્યના સર્વે નાગરિકોને અભિનંદન પાઠવી રાજ્યમાં 100 ટકા રસીકરણ કરવાની દિશામાં લક્ષ્યાંક સાધી રાજ્યના તમામ નાગરિકોને કોરોના રસીકરણ કરાવવા અનુરોધ કર્યો છે. રીપોર્ટ – અમિતસિંહ ચૌહાણ