જામનગરમાં “પ્રોજેક્ટ મુસ્કાન” અંતર્ગત સ્લમ વિસ્તારોની ૧૦૧ દીકરીઓને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યા

તાજેતરમાં પ્રધાનમંત્રી  આવાસના ક્વાટર્સ, ગુલાબનગર, જામનગર ખાતે અંદાજે ૧૦૧ બહેનો દીકરીઓને “પ્રોજેક્ટ મુસ્કાન” અંતર્ગત નિઃશુલ્ક સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવેલ. જેમાં નાંમાંકીત ગાયનોકીલીજીસ્ટ ડો. દિપ્તી જોશી દ્વારા કિશોરીઓને શારીરિક સ્વતચ્છતા વિષે સુંદર સેમીનાર પણ યોજવામાં આવેલ. વોર્ડ ન. ૧૧ ના મહિલા કોર્પોરેટર દક્ષાબેન અગ્રાવત ખાસ હાજર રહેલ અને દરેક દીકરીઓને શુભેચ્છા સંદેશ આપેલ. ત્યાર બાદ દરેક મહેમાનો ના વરદ હસ્તે બહેનો દીકરીઓને “પ્રોજેક્ટ મુસ્કાન” અંતર્ગત નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ કરવામાં આવેલ.

જામનગરના આ સતકર્મને સફળ બનાવવા માટે મેંગોપીપલ પરીવારના મનીષભાઈ રાઠોડ, રૂપલબેન રાઠોડ , નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ રાઠોડ, આશાબેન રાઠોડ ઉપરાંત ભાવનાબેન મહેતા, વિરલબેન વસાણી એ સુંદર જહેમત ઉઠાવેલ. અત્રે ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર છેલ્લા ૮ વર્ષથી ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકો માટે સતત કાર્યશીલ સંસ્થા છે . ઉપરાંત છેલ્લા ૩.૫ વર્ષથી” પ્રોજેક્ટ મુસ્કાન ” દ્વારા સ્લમ વિસ્તારોની બહેનો દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ કરવામાં આવી રહ્યું છે . આવા સતકર્મોમાં સહભાગી થવા માટે અને સંસ્થાની વધુ માહિતી માટે શ્રી મનીષભાઈ રાઠોડ ( મો ૯૨૭૬૦૦૭૭૮૬ ) નંબર પર સંપર્ક કરવા અનુરોધ છે – રિપોર્ટ:આરીફ દિવાન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: