બનાસકાંઠાના દાંતા ૧૦ વિધાનસભા ના ભાજપના ઉમેદવાર નો દારૂબંધીના લીરેલીરા ઉડાવતો વિડીયો થયો વાયરલ

વિધાનસભા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ પાર્ટીઓના ઉમેદવારો જે છે તે સભાઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાતા વિધાનસભાના ભાજપના ઉમેદવાર લાધુભાઈ પારગી નો વિડીયો સામે આવ્યો છે મતદારોને સંબોધતી વખતે મતદારોને આકર્ષવા માટે દેશી દારૂ અને વિદેશી દારૂ પર બોલ્યા હતા તેઓ બોલી રહ્યા છે કે કેટલાક લોકો અંગ્રેજી દારૂ દેશી દારૂ ખુલ્લામાં વેચે છે અને અમારી કેટલીક બહેનો સંતાડીને દેશી દારૂ વેચે છે પણ ચિંતા ના કરો. હું જીતી જઈશ તો ટોપલામાં દારૂ વેચવડાવીશ આ વિડીયો સામે આવતા દાતા વિધાનસભામાં હડકમ મચી જવા પામ્યો છે લાધુ પારગી દ્વારા જણાવવામાં આવે છે કે હું જીતીશ તો ટોપલામાં દારૂ વેચવડાવીશ પરંતુ આ વીડિયોને જોતા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડાડતો ભાજપના ઉમેદવાર દાતા વિધાનસભા સીટ જીતવા માટે મતદારોને રિઝવવા કાવા દાવા શરૂ કરાયા છે.