આંકલાવ ખાતે પાટવી ગુજરાતી ન્યૂઝ ના પત્રકાર મિત્રો ને ઓળખકાર્ડ એનાયત કરવામાં આવ્યા

આજરોજ તા.૦૬/૦૨/૨૦૨૨ ના રોજ આણંદ જિલ્લા ના આંકલાવ ખાતે પાટવી ગુજરાતી ન્યુઝ ના નવા નિમાયેલા પત્રકાર મિત્રોને ઓળખપત્ર એનાયત કરવાના કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે આંકલાવ સુન્ની મસ્જિદ ના ઇમામબાપુ તથા રાજદીપ હોસ્પિટલ ના ડ્રોકટર દિપક સાહેબ તથા ગરાસિયા સમાજના પ્રમુખ અનવરભાઈ તેમજ નીખિલભાઈ શાહ રાજુભાઈ એડવોકેટ સાહેબ ના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યા. કાર્યક્રમ સફળ કરવામાં પાટવી ગુજરાતી ન્યુઝ ના તંત્રી યુસુફભાઇ રાજ તથા ફિલ્ડ ઓફિસર અમૃતભાઈ રોહિત તથા કેમેરમેન સાધુ ઉપેન્દ્રભાઈ તથા પત્રકાર મિત્રો ના સહિયોગ થી કાર્યક્રમ સફળ બન્યો – રિપોર્ટર – મહમંદ રફિક જે દિવાન આણંદ તારાપુર