ગોકુલધામ નારમાં ઉજવાયો 20 મો સમૂહલગ્નોત્સવ

આપણી સંસ્કૃતિના 16 સંસ્કારોમાં લગ્ન સંસ્કારનું અનોખું મહત્વ છે ગોકુલધામ નાર ખાતે આવેલ શ્રીજી ઐશ્વર્યધામનાં ચતુર્થ પાટોત્સવનાં ઉપલક્ષમાં માતા – પિતા વિનાની 25 દિકરીઓ નાં લગ્ન કરવામાં આવ્યા હતા . સાથે ગોકુલધામ નાર દ્વારા કુલ 397 દિકરીઓના કન્યાદાન થયા હતા . સાથે 25 વિધવા ત્યક્તા બહેનોને આજીવિકા માટે સિવણનાં સંચાનું વિતરણ અને 25 દિવ્યાંગ જનોને ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યુ હતુ . આયુર્વેદિક તથા હોમિયોપેથીક અને બી.એમ.આઇ. દ્વારા શરીર સંતુલન ફિ કેમ્પ તથા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ . અભિષેક , અનકુટ દર્શનએ બધાના ચિત ચોરી લીધા હતા . તેમજ ઘનશ્યામ પ્રિ સ્કુલ તથા ભક્તિસેવાશ્રમ ( વૃધ્ધાશ્રમ ) નું ઉદ્ઘાટન કરી આમ લોકોની સેવામાં અપર્ણ કરવામાં આવ્યું . આમ સમાજના સર્વાંગી વિકાસ માટે ભગીરથ સેવા કાર્ય સમ્પન્ન થયું . ગોકુલધામ નારનાં સ્વપ્ન દ્રષ્ટા સ્વામી શુકદેવપ્રસાદદાસજી તથા સ્વામી હરિકેશવદાસજી દ્વારા પ.પૂ. 1008 આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી તથા ચેરમેનશ્રી દેવપ્રકાશદાસજી અને કોઠારીશ્રી ડૉ.સંત વલ્લભદાસજી તેમજ સંત સમાજ પ્રમુખશ્રી નૌતમ સ્વામીનું તેમજ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું . અંતમાં સૌ સંતોએ નવદંપતિઓને આશિર્વાદ પાઠવ્યા હતા .રિપોર્ટર-મદમંદ રફિક જે દિવાન આણંદ તારાપુર