ઉપલેટામાં નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો જેમા ૧૮૨ દર્દીએ લાભ લીધો હતો

ઉપલેટા ખાતે તાજેતરમાં ગત તા .૩૦/૦૧/૨૦૨૨ રવિવાર ના રોજ ઉપલેટા ખાતે કુતુબ ખાના પાસે આવેલું ડગલી હોલ માં ખિદમત ગ્રુપ દ્વારા એચ.સી.જી. હોસ્પિટલના સહયોગથી ઉપલેટામાં ફ્રિ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ – અલગ વિભાગના ચાર ડોક્ટરોએ પોતાની માનદ સેવાઓ આપી હતી

ડો . ખુશાલી લાલચેતા ( એમ.ડી. ઇન્ટરનલ મેડિસિન ) ડો . નિકુંજ કોટેચા ( ડી.એમ. કાડિયોલોજિસ્ટ ) ડો . પાર્થ લાલચેતા ( ન્યુરો અને સ્પાઇન સર્જન ) તથા ડો . અચલ સરડવા ( એમ.એસ. ઓથોપેડીક સર્જન ) દ્વારા સેવાઓ અપાઈ હતી . ડગલી હોલ ખાતે ચાલેલા આ ફ્રી નિદાન કેમ્પમાં ઉપલેટા શહેર અને ગ્રામીણ વિસ્તાર ના ૧૮૨ જેટલા દર્દીઓએ મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો ફ્રિ નિદાન કેમ્પને સફળ બનાવવા ખિદમત ગ્રુપ ના સમીર પટેલ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી – રિપોર્ટ : રહીમ સહોરવદી ઉપલેટા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: