બે-ત્રણ દિવસમાં સેટિંગ થઇ જશે
રાજકોટ શહેર પોલીસના અધિકારીઓ ઉપર ₹ ૭૫ લાખ લેવાનો આક્ષેપ થયો છે તો હવે આ રૂપિયા લેનાર પોલીસ અધિકારીએ પણ ચોખવટ કરી દેવી જોઈએ કે આમાં અને બીજા કેસોમાં કેટલો વહીવટ લીધો અને એમાં નેતાઓના ભાગમાં કેટલાં ગયા? શ્રી શિવાનંદ ઝા અમદાવાદના પોલીસ કમિશ્નર હતાં ત્યારે કોલ સેન્ટરો ઉપરથી બે વહીવટદારો રોજના રૂપિયા બે કરોડનો હપ્તો ઉઘરાવતા હોવાનાં સમાચારો પ્રસિદ્ધ થયા હતા જોકે મહિને લેવાતા ₹ ૬૦ કરોડમાં કોઈ નેતાનો ભાગ નહીં હોય? આમાં કોઈ તપાસ થઈ ? મુંબઈના પોલીસ કમિશ્નર (ભાગેડુ જાહેર થયેલા) દ્વારા થયેલા આક્ષેપમાં મહારાષ્ટ્રના ગૃહપ્રધાનને જેલમાં જવું પડ્યું છે પરંતુ આ તો ગુજરાત છે દારૂબંધીથી દરવર્ષે થતાં ₹ ૫૦ હજાર કરોડનાં ભ્રષ્ટાચારમાં પણ કશું થતું નથી તો પછી ₹ ૭૫ લાખમાં શું થવાનું હતું? મોજ કરો મોજ – અતુલ દવે પ્રમુખ – ગુજરાત નવનિર્માણ સેના