આણંદમાં બિન વારસી મૃતદેહને અગ્નિસંસ્કાર આપવાનું સેવાકાર્ય સમીર પટેલ દ્વારા જાળવી રખાયું

આણંદ જિલ્લામાં બિનવારસી મૃતદેહને અગ્નિસંસ્કાર આપવાનું સેવાકાર્ય છેલ્લા ઘણા વર્ષોથી આણંદની મહિલા સંસ્થા નવ ગુજરાત સ્ત્રી અધીકાર સંઘના અધ્યક્ષ અલ્પાબેન પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આવી વિશિષ્ટ સેવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત વિવિધ રાજકીય ધાર્મિક સામાજિક આગેવાનો અને સંસ્થાઓ દ્વારા બહુમાન કરવામાં આવ્યું છે.
બિનવારસી મૃતદેહને અગ્નિસંસ્કાર આપવાનું કાર્ય માટે અવાર નવાર સમયાંતરે અલ્પાબેન પટેલ સાથે તેમના પતિ સમીરભાઈ પટેલ તેમજ સેવાકીય યુવાન વર્ગ અને પરિવારજનો મદદરૂપ થાય છે. સેવાકીય કાર્યને આવકારીને પ્રોત્સાહન આપતા રહેલ છે. તાજેતરમાં જ બિન વારસી મૃતદેહને અગ્નિસંસ્કાર આપવાનું સેવાકાર્ય અલ્પાબેન પટેલ રાજ્ય બહાર ગયેલ હોવાથી વિલંબિત થવાની સંભાવના હતી.પરંતુ અલ્પાબેન પટેલની ગેરહાજરીમાં પણ તેમના પતિ સમીરભાઈ પટેલ દ્વારા પરિસ્થિતિ સમજીને અગ્નિદાહ આપવાનુ સેવાકાર્ય જાળવી રાખવામાં આવ્યું હતું. સમીરભાઈ પટેલ દ્વારા શુક્રવારે બિનવારસી મૃતદેહને અગ્નિસંસ્કાર આપીને સેવાકીય પ્રવૃતિ યથાવત રાખવાનું યોગ્ય સમજી અલ્પાબેન પટેલની ઉપસ્થિતિ નહીં હોવા છતાં સ્મશાનમાં અગ્નિસંસ્કાર કાર્ય પુર્ણ કર્યું હતું – રિપોર્ટર – મહમંદ રફિક જે દિવાન આણંદ તારાપુર

Leave a Reply

Your email address will not be published.

error: