ડીસા ભોયણ ફાટક પાસે રહેતા ભરથરી પરિવારને ભોયણ સરપંચ તરફથી પ્રીતિનગર પ્રાથમિક શાળામાં શિફ્ટ કરાયા

ડીસા તાલુકાના ભોયણ ગામ પાસે આવેલા રેલ્વે ફાટક પાસે રહેતા ભરથરી પરિવારના કુટુંબના લોકો ત્યાં ઝૂંપડપટ્ટી બનાવીને રહે છે પણ બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે આજુબાજુના ખેતરોમાંથી પાણી આવતા આ પરિવારના લોકોને ઘરવખરી તેમજ રહેવા માટે બનાવેલા ટેટ તૂટી જતા તાત્કાલિક ધોરણે ખબર પડતા ભોયાણ ગામના સરપંચ મનુભાઈ પ્રજાપતિ સ્થળ ઉપર પહોંચીને આ તમામ પરિવારને ભોયણ ગામમાં આવેલી પ્રાથમિક શાળા પ્રીતિનગરમાં શિફ્ટ કર્યા હતા અને તેમના બાળકો અને તેમના માટે રેશનીંગની કીટ અને જમવાની અને નાસ્તાની પણ વ્યવસ્થા કરી હતી ભરથરી પરિવાર તરફથી ભોયણ ગામના સરપંચ નો ખુબ ખુબ આભાર પણ વ્યક્ત કર્યો હતો અને ભોયણ ગામના સરપંચે માનવતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

Leave a Reply

Your email address will not be published.

error: