ખેડા જિલ્લાનું ગૌરવ મુસ્લિમ ઉદ્યોગપતિ અગ્રણી ખમીસાભાઈ સંધી હંમેશા એજ્યુકેશનને અગ્રીમતા આપતા રહ્યા છે

નડીઆદ શહેરની અમુસૈયદ મસ્જિદના પેશ ઈમામની દીકરી ડોકટર બનશે જેને જનાબ હાજી ખમીસા ભાઈ સંધી એ દત્તક લીધી. દીકરી મસરુજહાના નિટ માં પહેલા પ્રયત્નમાં ઓછા માર્ક્સ આવ્યા ત્યારે ફરી પ્રયત્ન કર્યો ફરી થોડો પનો ટૂંકો પડ્યો અને ત્યારબાદ ત્રીજા પ્રયત્ને સફળતા મેળવી દીકરીને પાલનપુર ખાતેની મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું.
હવે જે દીકરીને મુસ્લિમ સમાજના અગ્રણી ઉદ્યોગપતિ જનાબ હાજી ખમીસા ભાઈ સંધી જેવી પ્રેરણાદાયી વ્યક્તિએ દત્તક લીધી હોય ત્યારે દીકરી ડૉકટર બની ઘરે આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર પડે નહી. કારણ કે મેં જાતે આ અનુભવ્યું છે અને અત્યાર સુધીમાં એજ્યુકેશન બાબતે મુસ્લિમ સમાજમાં સૌથી વધુ મહત્વનું યોગદાન કોઈ વ્યક્તિનું હોય તો તે જનાબ હાજી ખમીસા ભાઈ સંધી નું છે. વર્ષોથી દરેક સમાજના જરૂરતમંદ વ્યક્તિઓને નાત જાત ધર્મ પંથના ભેદભાવ ઉમદા સેવાભાવી ભાવના ધરાવતા અગ્રણીએ સામાજીક આધ્યાત્મિક અને શેક્ષણિક ક્ષેત્રમાં ખુલ્લા દિલે દાન કરી ખેડા જિલ્લામાં એકતા અને ભાઈચારની મિલાસ કાયમ કરી છે જેમણે કોરોના કાળ દરમ્યાન ૪૦૦૦ (ચારહજાર) થી વધું રાશનની કિટો અને કેશડોલ પેટે દરેક જરૂરતમંદ ને ૧૫૦૦ રુ (પંદર સો) રોકડ આર્થિક મદદ કરી ખુબજ ઉત્તમ સેવાકીય કાર્ય કર્યું છે. સમૂહલગ્નમાં પણ તેઓનું ખુબજ મહત્વનું યોગદાન હોય છે.અમોને ગર્વ છે અમારા સમાજના અગ્રણીપર જેઓ અમારા જેવા અનેક સામાજિક કાર્યકર માટે પ્રેરણાનું ઝરણું છે – રિપોર્ટર-મહમંદ રફિક જે દિવાન આણંદ તારાપુર