” ભારત સરકારનુ બજેટ વર્ષ ૨૦૨૨–૨૩ ખેડૂતો અને ગ્રામ્ય અર્થતંત્ર માટે નિરાશાજનક” ‘ વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાના સરકારનો દાવો પોકળ સાબીત થયો”

” લધુતમ ટેકાના ભાવ (એમ.એસ.પી) ની ગેરંટી અંગે કોઈ જાહેરાત ન કરાઈ ” ” ઈ—નામ યોજના અને માર્કેટ યાર્ડના વિકાસ માટે વિશેસ કોઈ નવી જાહેરાત ન કરાઈ ” – વાંકાનેર માર્કેટ યાર્ડ ચેરમેન શકીલ પીરઝાદા અને વાઈસ ચેરમેન અશ્વીન મેધાણી

વાંકાનેર માર્કેટ યાર્ડ ચેરમેન શકીલ પીરઝાદા અને વાઈસ ચેરમેન અશ્વીન મેધાણી એક સંયુકત નિવેદનમા જણાવે છે કે, ખેતી અને ગ્રામ્ય ભારતના વિકાસની ભારત સરકારના બજેટ વર્ષ ૨૦૨૨–૨૩માં કોઈ મોટી જાહેરાત કરાઈ નથી. એક વર્ષ સુધી ચાલેલા ખેડૂત આંદોલન બાદ ૩ કૃષ્ણ કાયદાઓ પરત ખેચવામા આવ્યા પણ ખેડૂતોની લધુતમ ટેકાના ભાવ(એમ.એસ.પી) ની ગેરંટની માંગણી વિશે કોઈ જાહેરાત કરાઈ નથી.

કોમોડીટી માર્કેટ વિશે પણ બજેટમા કોઈ જાહેરાત થઈ નથી. સરકારની ગત વર્ષોની બહુચર્ચીત ઈ–નામ યોજના તેમજ હાલના કાર્યરત માર્કેટ યાર્ડના વિકાસ માટે પણ કોઈ વિશેસ જાહેરાત કરાઈ નથી.

ખાસ કરીને સરકારના વર્ષ ૨૦૨૨ સુધીમા ખેડૂતોની આવક ડબલ કરવાના વાયદા વિશે કોઈ ચર્ચા કરવામા આવી નથી, સરકારનો આ દાવો પોકળ સાબીત થયો છે. ખેડૂતોની આવક ડબલ થવાના બદલે રાસાયણીક ખાતરોના બેફામ ભાવ વધારા અને ખાતરોની અછતના કારણે ખેડૂતની આવકમા ઘટાડો થયો છે. ખાતરોનો ભાવ નિયંત્રીત કરવા અંગે કોઈ નકકર જાહેરાત કરવામા આવી નથી.

ભારત સરકારનુ બજેટ વર્ષ ૨૦૨૨–૨૩ ખેડૂતો અને ગ્રામ્ય અર્થતંત્ર માટે નિરાશાજનક સાબીત થયેલ છે. તેવુ એક યાદીમા વાંકાનેર માર્કેટ યાર્ડ ચેરમેન શકીલ પીરઝાદા અને વાઈસ ચેરમેન અશ્વીન મેધાણી જણાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: