સૌરાષ્ટ્રના વિકાસના પેડીંગ પ્રોજેકટ એઈમ્સ, આંત૨૨ાષ્ટ્રીય એ૨પોર્ટ, બુલેટ ટ્રેઈન, આરોગ્ય અને શૈક્ષણિક સુવિધાઓ સત્વરે પુર્ણ ક૨વા “માવાણી દંપતિ” એ માંગણી કરી.

કચ્છ-સૌરાષ્ટ્રના વિકાસના અનેક પ્રોજેકટ પૈકી કેટલાક અધુરા અને પુર્ણ કરવાના છે. વિકાસની આ યોજનાઓ આગામી ધારાસભાની ચુંટણી પહેલા પુર્ણ કરવા અને લોક સુવિધાઓ આમ આદમી સુધી પહોંચાડવા તેમજ કોવિદ-૧૯ ના સમયમા મરણ પામેલ નાગરીકોને સત્વરે સરકારી સહાય ચુકવવા સહીત અનેક યોજનાઓની કામગીરી પુર્ણ કરવા માજી સાંસદ ”માવાણી દંપતિ” એ ગત તા.૦૧/૦૨/૨૦૨૨ ના રોજ ગાંધીનગર મુકામે (૧) મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, (૨) નાણામંત્રી કનુભાઈ દેસાઈ, (૩) મંત્રી નરેશભાઈ પટેલ (અન્ન,નાગરીક પુરવઠા), (૪) મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર (અન્ન,નાગરીક પુરવઠા), (૫)મંત્રી બ્રિજેશકુમાર મેરજા (શ્રમ અને રોજગાર), (s) માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી (વાહન વ્યવાહર) વિગેરેને રૂબરૂ મળી વિસ્તૃત રીતે લોક પ્રશ્નોની રજુઆત કરેલ હતી.

”માવાણી દંપતિ” સાથે પ્રશ્નોની રજુઆતમા ભુવનેશ્વરી પીઠ ગોંડલના આચાર્ય ધનશ્યામભાઈ વૈધ, બ્રહમસમાજ અમદાવાદના પ્રતિનિધી અશોકભાઈ મિશ્રા તથા  જાગૃત્તિ ગ્રાહક સુરક્ષા મહિલા મંડળ,રાજકોટના પ્રમુખ શ્રીમતિ દિપાબેન કોરાટ વિગેરે જોડાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published.

error: