ચિમનાબાઇ સરોવર નો પાળો જેસીબી મશીનથી તોળી નાખીજમીન લેવલ કરાતા વિવાદ

મીયાસણા થી વાલાપુર જવાના રસ્તે પાળાને અડીને આવેલ જમીન પર વાવેતર કરવા કરાયું પરાક્રમ રાજકારણમાં ગમેતેમ કરીને મદદરૂપ થનારા વિરૂદ્ધ કેમ જવું તેથી હાલ રાજકારી ઓ છે મૌન ખેરાલુ મામલતદાર શ્રી એ અને ચિમનાબાઇ સરોવર તંત્ર નહીં જાગે તો ૧૬૦૦એકર નું ચિમનાબાઇ સરોવર થશે મીડા વગરનું ચિમનાબાઇ સરોવર ગાયકવાડ સરકારે આજુબાજુ ના ખેડૂતો માટે જીવાદોરી સમાન બનાવેલ વરસાદ ઓછો થતા સરોવર ભરાતું નહતું સરોવર ખાલી રહેતા લોકો એ અંદર જ જમીનો દબાણો કરી વર્ષો થી વાવેતર કરવા લાગ્યા હતા ડાવોલ ડાલીસણા અને વરેઠા સહિત મહેકૂબપૂરા ગામમાં કુવાના તળ ઉંડા જતા સિંચાઇ તો ઠીક પીવાના પાણીની અછત સર્જાઈ ચાર ગામોમાં સ્થાનિક આગેવાનો એ તમામ ચુંટણી બહિષ્કાર કરતા તંત્ર સફાળું જાગયુ

પાણી નહીતો મત નહી ની ચિમકી આપી ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી નો બહિષ્કાર કર્યો જાહેર ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર અને ભાજપના હોદ્દેદારો ના પગ તળે રેલો આવતાં જગ્યા નમૅદા અને ધરોઈ નું પાણી સમયાંતર એ લીફટ કરી કુડા ફીડર થી ૫૦ કયુશેક લાઇન થી પાણી નંખાયુ બંધ થાય કે હોબાળા થતા ખેરાલુ તાલુકાનુ ચિમનાબાઈ સરોવર થોડું ભરાતા સિંચાઇ નું પાણી અપાયુ પાણી છુટતા જ પીયત કેનાલ આજુબાજુ ના ખેડૂતો થયા સજાગ અને કબજે કરવા આવ્યા મેદાનમાં તંત્ર પણ છાવરતુ દેખાયું

ચિમમનબાઈ સરોવર ગાયકવાડ સમયનું આ તળાવના પાળા  જેસીબી મશીન દ્વારા તોડી ને જમીન લેવલકરવા લાગ્યા ખેરાલુ પ્રાંતઅધિકારી મામલતદાર અને રેવન્યુ તલાટી આ જગ્યા ની વીઝીટ કરે તો મોટું ભોપાળું બહાર આવે તેમ દેખાય છે બિનસત્તાવાર રીતે મળેલ માહિતી મુજબ આ જગ્યા કોઈ ચૌધરીએ ઠાકોર ને વેચી દીધી છે આ જગ્યા હકિકત માં નામે ન થતિ હોવાનું પણ ચચૉય છે. અહેવાલ – સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ

Leave a Reply

Your email address will not be published.

error: