સમાજમાં બદલાવ લાવવાની ભાવના રાખનાર દરેક સમાજ સેવક માટે સારા કામ એજ તેની ખરી સંપત્તિ છે…!

સમાજ સેવકમાં નેતૃત્વ ક્ષમતાની સાથે ક્રોધ પર અંકુશ મેળવવાની રણનીતિ પણ હોવી જોઈએ કારણ કે ક્રોધ એ પ્રગતિમાં અવરોધો ઉભું કરનાર એક પરિબળ હોય છે સાથે સાથે એક સાચા અને સારા સમાજ સેવકમાં ચારિત્ર્યવાન  ગોપનીયતા કાર્યકુશળતાની સાથે મીઠા વચન કઠોર મહેનત અને કઠોર નિર્ણયની ક્ષમતા હોવી જોઈએ  આળસ તેમજ વ્યસનનો ત્યાગ.વ્યક્તિ સમય અને પરિસ્થિતિઓની સાચી ઓળખ આવા અનેક ગુણો એક સમાજ સેવકમાં હોવા અતિ આવશ્યક છે.

જેથી કરીને ગમેતેવા કપરા નિર્ણય લેવામાં તેની શૂઝ બુજ અને સમજથી સમાજને કોઈપણ પ્રકારના નુકશાન વગર એક યોધ્ધા ની જેમ રણનીતિ તૈયાર કરી સમય પરિસ્થિતિ અને સંજોગોની સાચી ઓળખ કરી સમાજને બદલવાની જવાબદારી સંભાળી શકે.

હાલના તબક્કે હવે એમ કહીએ તો નવાઈની વાત નથી કે સમાજને મુખ્ય ધારામાં લાવવા માટે સમાજમાં સત્ય વક્તાઓની ખૂબ જરૂર છે જેથી કરીને સમયની સાથે ચાલવાની એક પરંપરા હવે નિભાવ્યા વગર છૂટકો નથી હવે ખોટી માન્યતાઓ કુંરીવાજો અને અમુક બાબતો જે સમાજને અધોગતિ તરફ દોરી જાય છે તેને તિલાંજલિ આપી સમાજને મુખ્ય ધારામાં લાવવામાટે પ્રયત્ન કરે તેવા સમાજ સેવકોની ખાસ જરૂર છે.

સત્ય હંમેશા કડવું હોય છે અને તેને સ્વીકારનારની સંખ્યા પણ ઘણી ઓછી હોય છે તે આપણે જાણીએ છીએ માટે હાલના તબક્કે એમ કહીએ કે વાઘના મોમાં કે મધના પૂડામાં હાથ નાખનાર સાચો સમાજ સેવક બનવાની હરોળમાં ગણા ઓછા હોય છે. બાકી ખોટી પ્રસંશા કરનાર તો ગલી ગલી મહોલ્લા મહોલ્લામાં આમતેમ વલખાં મારતાંજ હોય છે એક સાચા સમાજ સેવક બનવું આજના યુગમાં કઠોર પરિશ્રમ કરવા સમાન છે..!! શકીલ સંધી ૯૯૨૪૪૬૧૮૩૩

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: