ખંભાતમાં આજે નારી સશક્તિકરણ માટે નો ઐતિહાસિક ગૌરવપૂર્ણ દિવસ રહ્યો

૭૩માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે મુખ્ય કાર્યક્રમોમાં મહિલાઓ ધ્વારા કરવામાં આવ્યું “ધ્વજારોહણ” એક તરફ માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નારીશક્તિ અને તેમના સન્માન ને વધાવી રહ્યા છે અને મહિલા સશક્તિકરણ ને જોશપૂર્વક પુરવાર કરી રહ્યા છે, ત્યારે ખંભાતના ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું  કે ખંભાત તાલુકાકક્ષાએ , નગરપાલિકા કક્ષાએ તેમજ તાલુકા પંચાયત કચેરીમાં આજે મહિલાઓ ધ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું છે.

૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ખંભાત તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલ ખાતે યોજાયો હતો જેમાં પ્રાંત અધિકારી શ્રી સ્નેહલબેન ભાપકર તેમજ ખંભાત નગરપાલિકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં પ્રમુખશ્રી કામિનીબેન ગાંધી ઉપરાંત તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપપ્રમુખશ્રી ધર્મિષ્ઠાબેન પટેલ આમ ઉચ્ચ કક્ષાએ ત્રણેય મહિલાઓના કરકમળો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું, જે ખરેખર વંદનીય છે. ખંભાતમાં બનેલી આ ગૌરવપૂર્ણ ઘટનાનો સાક્ષી બનવા બદલ હું પણ ધન્યતા અનુભવું છું. અને તમામ મહિલાઓને અભિનંદન પાઠવું છું. રિપોર્ટર-મહમંદ રફિક જે દિવાન આણંદ તારાપુર

Leave a Reply

Your email address will not be published.

error: