અમદાવાદ સાથે આખા ગુજરાતનું નામ રોશન કરી આખા ગુજરાત નું ગૌરવ વધાર્યું

આજ ગુજરાતભરમાં અવનવી સ્પર્ધાઓ યોજાતી હોય છે અને તે સ્પર્ધામાં લોકો પોતાનું અનોખુ પ્રદર્શન કરતા હોય છે ત્યારે ઇન્ડિયા લેવલે યોજાયેલ મોડલિંગ સ્પર્ધામાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારનાં સ્વામિનારાયણ મંદિર પાસે ચિત્રકૂટ બંગલોઝમાં રહેતી માત્ર આઠ વર્ષની બાળા નામે ભક્તિ રવિન્દ્રકુમાર સોંડાગરે ઇન્ડિયા લેવલે યોજાયેલી મોડલિંગ સ્પર્ધામાં પોતાનું આગવું સ્થાન મેળવી એટલે કે પોતાનું અનોખુ પ્રદર્શન કરીને સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી અમદાવાદ સાથે આખા ગુજરાતનું નામ રોશન કરી આખા ગુજરાતનું ગૌરવ વધાર્યું અને શોભા વધારી હતી એટલું જ નહીં પરંતુ આવનારા સમયમાં ભારતમાં પણ નામ રોશન કરશે. 

તદઉપરાંત ભક્તિ રવિન્દ્રકુમાર સોંડાગરે અત્યાર સુધીમાં ઘણા બધા મોડલિંગ શોની વિજેતા રહી છે જે સીટી તથા સ્ટેટ લેવલની સ્પર્ધાઓ હતી. આમ ભક્તિ આજે ઇન્ડિયા લેવલની સ્પર્ધા સુધી પહોંચી તેમજ આ સુધી પહોંચવા મિહિર પરમાર સર (ઇન્ટરનેશનલ કોરિયોગ્રાફર) ની પાસે તાલીમ મેળવી આજ લેવલ સુધી છે ત્યારે મિહિર પરમાર સર નું કહેવું છે કે આવનારા સમયમાં ભક્તિ ઇન્ડિયાને પણ પ્રેઝન્ટ કરશે અને આખા ઇન્ડિયા નું નામ રોશન કરશે. મહેશ રાજગોર 

Leave a Reply

Your email address will not be published.

error: