ગોલધામ નાર ની શાળામાં ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી

ગોકુલધામ નારમાં આવેલી  સ્વામિનારાયણ ઇંગ્લીશ મિડીયમ હાઇસ્કૂલમાં ૭૩ મા પ્રજારાત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી . જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પરેડ કરવામાં આવી હતી તેમજ દેશભક્તિ ગીતની રજૂઆત કરવામાં આવી હતી . આ પ્રસંગે શાળાના સ્વપ્નદ્રષ્ટા પ.પૂ. શદેવપ્રસાદ દાસજી સ્વામી તથા પ.પૂ.હરિકેશવદાસજી સ્વામી , મનુભાઈ રાઠોડ સાહેબ , ભક્તિસેવાશ્રમના વડીલો તથા અન્ય મહેમાનશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા . પૂજ્ય સ્વામીજી તથા મનુભાઈ એ તેમના વક્તવ્યમાં દેશના બંધારણનું પાલન કરવા તથા દેશ હિતના કાર્યો કરવા વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું અને આશીર્વચન પાઠવ્યા હતા . શાળાના આચાર્યશ્રી ભાવરાર સાહેબે સૌનો હ્રદય પૂર્વક આભાર માન્યો હતો અને વિદ્યાર્થીઓના કામની સરાહના કરી હતી . અંતમાં સૌ પ્રસાદ લઈને છુટા પડ્યા હતા ,રિપોર્ટર-મહમંદ રફિક જે દિવાન આણંદ તારાપુર

Leave a Reply

Your email address will not be published.

error: