સાબરકાંઠા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેડબ્રહ્મા ખાતે જંતુનાશક દવાના વિક્રેતાઓ માટેના સર્ટીફીકેટ કોર્ષનો સમાપન સમારોહ યોજાયો

ગુજરાત – સાબરકાંઠા તારીખ – ૨૩/૧૨/૨૦૨૧ ગુરુવાર

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સ.દાં.કૃષિ યુનિવર્સીટી, ખેડબ્રહ્મા ખાતે જંતુનાશક દવાના વિક્રેતાઓ માટે યોજવામાં આવેલ ૧૨ દિવસીય સર્ટીફીકેટ કોર્ષનો સમાપન સમારોહ ડૉ. પી.ટી.પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, સ.દાં.કૃષિ યુનિવર્સીટી, સરદારકૃષિનગરની અધ્યક્ષતામાં તા. ૨૩/૧૨/૨૦૨૧ ના રોજ યોજવામાં આવ્યો.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેડબ્રહ્મા ખાતે ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ ૧૨ અઠવાડિયા સુધી અઠવાડિયામાં એક દિવસ મુજબ નિયત કરેલ કોર્ષ પ્રમાણે સાબરકાંઠા જીલ્લાના ૪૦ જંતુનાશક દવાના વિક્રેતાઓને તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવી. જેમાં તજજ્ઞ તરીએ, ડૉ. પી.એસ.પટેલ, સહ સંશોધન નિયામકશ્રી, સદાંકૃયુ, સરદારકૃષિનગર; ડૉ. એફ.કે.ધુળીયા, સહ પ્રાધ્યાપક, ચી.પ.કૃષિ મહા વિદ્યાલય, સરદારકૃષિનગર; ડૉ.જે.આર.પટેલ, આચાર્યશ્રી, કૃષિ પોલીટેકનીક, ખેડબ્રહ્મા; શ્રી. બી.જી.ચૌધરી, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકશ્રી, મકાઈ સંશોધન કેન્દ્ર, ભીલોડા; શ્રી.સી.એસ.બારડ, મદદ. પ્રાધ્યાપક અને શ્રી. પી.એચ.રબારી, મદદ. પ્રાધ્યાપક, ચી.પ.કૃષિ મહા વિદ્યાલય, સરદારકૃષિનગર દ્વારા તાલીમાર્થીઓને જુદાજુદા વિષયો પર તાલીમ આપવામાં આવેલ હતી. આ સમાપન સમારોહમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ.જે.જે.મિસ્ત્રીએ મહાનુભાવોને આવકારી સદર કોર્ષ અંગેની વિગતોની વિસ્તૃત છણાવટ કરી હતી. આ પ્રંસગે અધ્યક્ષ સ્થાનેથી ડૉ.પી.ટી.પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, સ.દાં.કૃષિ યુનિવર્સીટી, સરદારકૃષિનગરે દરેક તાલીમાર્થીઓને તેમને મેળવેલ જ્ઞાન અને કૌશલ્ય જીલ્લાના ખેડૂત સમુદાયને માટે ખુબ જ ઉપયોગી બની રહે તેવો અનુરોધ કર્યો હતો. સદર કાર્યક્રમમાં ડૉ.જે.આર.પટેલે જણાવ્યું હતું કે આપ સૌ ભવિષ્યમાં પણ ખેડૂતલક્ષી પ્રશ્નોના નિરાકરણ માટે સ.દાં.કૃષિ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકશ્રીઓના સીધા સંપર્કમાં રહી ખેડૂતોને ઉપયોગી થશો. તે માટે તમને જયારે પણ તજજ્ઞતાની જરૂરીયાત જણાય ત્યારે વિના સંકોચે વૈજ્ઞાનિકોના સંપર્કમાં રહેશો અને જીલ્લાના ખેડૂતોને ઉપયોગી થશો તેવી આશા વ્યક્ત કરી હતી. જંતુનાશક દવાના વિક્રેતાઓએ તેમના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે આ તાલીમથી તેમના જ્ઞાનમાં વધારો થયો છે. તેઓ આ ક્ષેત્ર સાથે વર્ષોથી જોડાયેલા હોવા છતાં તેમને મુંજવતા પ્રશ્નોનું નિરાકરણ મળ્યું છે. તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજન બદ્ધ યોજવામાં આવેલ તાલીમને બિરદાવી હતી અને અન્ય જંતુનાશક દવાના વિક્રેતાઓ માટે ભવિષ્યમાં પણ તાલીમ યોજવા જણાવ્યું હતું. સદર કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેડબ્રહ્માના વૈજ્ઞાનિકશ્રીઓ પીયુષ સરસ અને ડૉ. પી.એ.સાબળે તેમજ કમર્ચારીઓએ આયોજન કરી સફળ બનાવ્યો હતો. અહેવાલ – અલ્પેશ પટેલ વડાલી

Leave a Reply

Your email address will not be published.

error: