વડાલી શહેરમાં આજે પ્રાથમિક શાળા નંબર ૭ માં સ્કૂલ ના બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યો

ગુજરાત – સાબરકાંઠા તારીખ – ૨૮ ડિસેમ્બર ૨૧ મંગળવાર

વડાલી શહેરમાં આજે પ્રાથમિક શાળા નંબર ૭ માં સ્કૂલ ના બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યા. આ ગણવેશ ના દાતા શ્રી ભાનુબેન રમણલાલ પંચાલ તથા રશ્મિ રમણલાલ પંચાલ હતા.  આ કાર્યક્રમ માં એસ. એમ. સી. ના સભ્યો તથા ભૂતપૂર્વ આચાર્ય શ્રી અમૃત ભારતી ગોસ્વામી  તથા આનંદ સુથાર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ માં શાળા ના આચાર્ય તથા શાળા પરિવાર હાજર રહ્યા હતા. બાળકોએ ખૂબ  જ ઉત્સાહપૂર્વક આ પ્રસંગ ને માણ્યો હતો.અંતમાં શાળાના આચાર્ય શ્રી રેખાબેન સુથારે દાતાશ્રીઓ તથા તમામ મહેમાનો નો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કર્યો. અહેવાલ – અલ્પેશ પટેલ. વડાલી

Leave a Reply

Your email address will not be published.

error: