જૂનાગઢ ફોટોગ્રાફી નો વ્યવસાય કરતો વિપ્ર યુવક ચડ્યો અવળા રવાડે દારુના વ્યવસાય કરતા યુવકને પોલીસે પાસા ના પાંજરે પુર્યો

જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિને ડામવાની કામગીરીના ભાગરૂપે જુનાગઢ મધુરમમાં રહેતા પ્રોહી બુટલેગર શીવાંગ રાજુભાઇ મહેતા ને પાસા કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, લાજપોર સુરત ખાતે
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે ધકેલતા સ્થાનિક દારૂના બુટલેગર ઓમાન કંપારી છૂટી જવા પામી છે

જૂનાગઢ રેન્જ ડીઆઈજી ની સુચના તેમજ જૂનાગઢ એસ.પી.ની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવા તેમજ કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે ઉપરાંત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સંગીન પરીસ્થિતીને જાળવી રાખવા ગેર-કાયદેસર પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા થયેલ સુચના મુજબ ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ તથા કલેકટર તરફ પોલીસ અધિક્ષક મારફત મોકલતાં. જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આવી ગેર-કાયદેસર પ્રવૃતિની ગંભીરતા સમજી ત્વરીત જૂનાગઢ મધુરમના પ્રોહી બુટલેગર શીવાંગ રાજુભાઇ મહેતા બ્રાહ્મણ ઉ.વ. ૨૭ ધંધો ફોટોગ્રાફી રહે, મધુરમ, સુદામા પાર્ક-૨, રાધે એપાર્ટમેન્ટ પાસે. જૂનાગઢ વાળા વિરૂધ્ધ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ.

જે પાસા વૉરન્ટ ઇસ્યુ થયા બાદ આ બુટલેગરોને ઝડપી લેવા ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ.એચ.આઇ.ભાટી ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.જે.જે.ગઢવી તથા ક્રાઇમ બ્રાંચ સ્ટાફ વોચમાં હતા. દરમ્યાન ક્રાઇમ બ્રાંચ સ્ટાફને સંયુકતમાં બાતમી મળેલ કે, આ પાસા વોરન્ટનો આરોપી શીવાંગ હાલ એમ.જી. રોડ ઉપર આવેલ આશુતોષ ફુટવેર નામની દુકાન પાસે હોવાની બાતમીના આધારે આ જગ્યાએથી મળી આવતા હસ્તગત કરી કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા બપોરના સુમારે તેની કાયદેસર અટકાયત કરી સેન્ટ્રલ જેલ, લાજપોર, સુરત ખાતે મોકલી આપવામાં આવેલ – રીપોર્ટ બાય – શૈલેષ પટેલ જૂનાગઢ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: