વિઠોડા હાઇસ્કૂલ ખાતે ધો ૧૦/૧૨ના વિધાર્થીઓ નો શુભેચ્છા સમારંભ યોજાયો

વિડીયો વી ડી યુ એસ એમ સરસ્વતી વિદ્યામંદિર ખાતે મંડળના પ્રમુખ હરીભાઇ એચ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને ધો ૧૦/૧૨ના વિધાર્થીઓ નો શુભેચ્છા સમારંભ યોજાયો હતો

આ કાર્યક્રમમાં ઉદઘાટક તરીકે પ્રવીણ ભાઈ વઘાસીયા ગાંધીનગર તેમજ આશી વચન ભરતભાઈ વાઘેલા નારોલી આપ્યા હતા જ્યારે મૂખ્ય મહેમાન ગોવિંદભાઈ ચૌધરી ખેરાલુ જગદીશ ભાઇ ચૌધરી પાછા જૈમિન કુમાર ચૌધરી વડોદરા ડૉ જશૂભાઇ વી ચૌહાણ વિઠોડા હાજર રહી સ્ટેજ પર સ્થાન લીધું હતું અતિથિ વિશેષ પદે ડૉ વિષ્ણુ આર મોદી બનાસકાંઠા અને હિમાશુ એન પંડ્યા ધોલેરા એ સ્ટેજ પરસ્થાન લીધું હતું

સંસ્થા તરફથી તમામ મહેમાનો ને આવકારી સન્માન કર્યું હતું તેમજ સ્કુલ ની વિશેષતા ઓ સહિત કાર્યવાહી પણ લોકોસમક્ષ મુકી હતી સ્ટેજ પર ના મહેમાનો એ પણ વિધાર્થીઓ ને ધ્યેય પુવૅક પરિક્ષા માટેની તૈયારીઓ કરી સારા માકસૅ સાથે ઉતીર્ણ થાવ અને સ્કુલ તેમજ વાલીગણ આને ગામનુ નામ રોશન કરો તેવા પ્રવચનો કર્યા હતા તેમજ મહેમાનો ના હસ્તે વિધાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું સ્કુલ ના આચાર્ય ની દેખરેખ હેઠળ તમામ સ્ટાફ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી – રીપોટર – ફારૂક મેમણ ખેરાલુ