વિશ્વ મહિલા દિન ની અનોખી ઉજવણી કરતું શાપર વેરાવળ ના પી.એસ.આઇ કુલદીપ સિંહ ગોહિલ અને ઓમ સોશિયલ ગ્રુપ સંયુક્ત મા જરૂરિયાત મંદ વૃદ્ધ તથા દિવ્યાંગ માતા બહેનો ને મહિલા દિવસના દિવસે અનાજ કીટનું વિતરણ કરીને મહિલા દિવસની અનોખી ઉજવણી કરી હતી

શાપર વેરાવળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કુલદીપ સિંહ ગોહિલ તેમજ ઓમ સોશિયલ ગ્રુપ ના સહયોગથી ગત તારીખ 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલાઓને સેવાભાવી સંસ્થા ના સભ્યો એકતાના પ્રતીકરૂપે સર્વે સમાજની જરૂરત મંદ મહિલાઓ નિરાધાર વૃદ્ધ વિકલાંગ દિવ્યાંગ સહિતના ૭૦થી ૮૦ જેટલી બહેનો ને એક મહિનાનું રાસન કીટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ઘઉં ચોખા ખાંડ ખીચડી તેલ દાળ મરચું હળદર મીઠું કોલગેટ સાબુ વિગેરે જીવન જરૂરિયાત ખાદ્ય સામગ્રીની કીટ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ શાપર વેરાવળ ના પીએસઆઇ કુલદીપ સિંહ ગોહિલ અને ઓમ સોશ્યલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ઓમ સોશ્યલ ગૃપના પ્રમુખ મિલન ભાઈ મહેતા અને જેકી મહેતા વિરલભાઇ પુરોહિત, અને મહાનુભવો, મહેન્દ્રસિંહ જાડેજા પડવલા ગામ ધર્મેશભાઈ વેદ ભાનુભાઈ આહીર કરણભાઈ બાલાસરા ઈકબાલભાઈ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની શોભા વધારી હતી, કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો જે ઉપરોક્ત તસવીરમાં નજરે પડે છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: