વર્તમાન સમયમાં લોકોને તમારા પ્લાનથી નહિ પરંતુ પરિણામ લક્ષી કાર્ય થી મતલબ છે? શકીલ સંધી

આજે નિવાસી શાળા સંદલીપુરા માં SMC ની મિટિંગ મળી જેમાં આચાર્ય શ્રીમતિ નિયતિબેન અને પૂર્વ આચાર્ય શ્રીમાન કાંતિભાઈ સોલંકી સાહેબના આગ્રહથી વર્તમાન સમયમાં તમામ સભ્યો અને વાલીમંડળ તેમજ સંચાલકની જવાબદારીઓ શું હોઈ શકે તેના પર મારા વિચારો વ્યક્ત કરવાનો મોકો મળ્યો.

જે રીતે COVID-19 કોરોના વાયરસ એક વૈશ્વિક મહામારીમાં બની વિશ્વપર ત્રાટક્યું તેમાં આપણો દેશ અને રાજ્ય પણ ગંભીર પરિણામ ભોગવી ચૂકયો છે અને સાથે સાથે સૌના સહિયારા સાથ સહકારથી આ મહામારીનો હિંમત પૂર્વક સામનો કરી તેને પરાજિત કરવામાં પણ મહંત અંશે સફળતા પ્રાપ્ત કરી છે ત્યારે હવે સરકાર શ્રીની ગાઈડ લાઈન અનુશાર હવે ઓફલાઈન શિક્ષણ પણ શરૂ થઈ ગયું છે.

હવે મુખ્યત્વે આપણી સૌની જવાબદારી શું હોવી જોઈએ ? ત્યારે સૌ પ્રથમ તો આપણા વિસ્તારમાં છેલ્લા બે વર્ષ ઉપરાંતથી શાળાઓ માં શિક્ષણ સંપૂર્ણ પણે બંધ એટલે બાળકો શાળાથી ૭૦૦ દિવસ ઉપરાંત દૂર રહ્યા હોય ત્યારે આપણે સૌ પ્રથમ તો માનસિક રીતે સ્કૂલમાં સતત હાજર રહેવા તૈયાર કરી ૧૦૦% શાળામાં બાળકોની સખ્યાં થાય તેવા પ્રયાસો કરવામાં આવે તે જરૂરી કારણ કે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ તે વિસ્તારના પરિવારજનો મોટા ભાગે છૂટક મજૂરી પશુપાલન અને ખેત મજૂરી સાથે સંકળાયેલા અને મોટા ભાગના લોકો પાસે એંડરોય ફોન પણ નથી અને નેટવર્કનો પણ આ વિસ્તારમાં પ્રોબ્લમ રહે છે તેથી બાળકો ઓનલાઈન શિક્ષણથી પણ વંચીત રહ્યા હોય ત્યારે આપણી જવાબદારી સંભાળી આપણા વિસ્તારના બાળકોને પ્રાથમિક શાળામાં યોગ્ય શિક્ષણ મળે તે માટે શક્ય પ્રયાસો હાથ ધરવામાં આવે જેમાં બાળકોને પ્રોત્સાહન બળ પુરુ પાડવું તેમના પરિવારજનો સાથે તબક્કાવાર મુલાકાત કંઈક પ્રાથમિક જરૂરિયાત હોય તો તે આપણી યથાશક્તિ અનુશાર પૂર્ણ કરવા પ્રયત્નો કરવા બીજું કે મુસ્લિમ સમુદાયમાં ઘર કરી ગયેલ ખોટી માન્યતાઓ જેવી કે મુસ્લિમોને નોકરી ક્યાં મળે છે તે દૂર કરી સકારાત્મક અભિગમ સાથે બાળકોને ભણાવવા માટે સમજણ પાડવી અને સમજાવવું શક્ય હોય તો કેલ્ક્યુલેશન કરી બતાવવું કે સરકાર સત્તા માં કોઈપણ હોય તે બાળકો સાથે ક્યારેય અન્યાય કરે નહિ જેવી રીતે આપણો મુસ્લિમ વિસ્તાર છે અને આપણી શાળામાં ૭૮ બાળકો હાલમાં આપણાં સમાજનાજ શિક્ષણ મેળવે છે અને તેમાં ત્રણ શિક્ષકો ફરજ બજાવે છે. જેમનો પગાર મિનિમમ પચ્ચાસ હજાર ઉપરાંત હોય અને બીજા ખર્ચ શિષ્યવૃત્તિ પાઠ્યપુસ્તકો અને મેન્ટેનન્સ પ્રધાનમંત્રી પૌષ્ટિક આહાર અને બીજું ઘણું બધું તો મિનિમમ માસિક એક પરા વિસ્તારની પ્રાથમિક શાળા પાછળ ત્રણ લાખ રૂપિયા ખર્ચ થાય ત્યારે એક વર્ષ દરમ્યાન સરકાર ૩૫ થી ૪૦ લાખ રૂપિયા જેટલી માતબર રકમ આપણાં બાળકોના પ્રાથમિક શિક્ષણ પાછળ ખર્ચ કરતી હોય ત્યારે આપણાં બાળકોને આપણે રેગ્યુલર શાળામાં ના મોકલીએ અને તેમના જીવનના પાયા સમાન પ્રાથમિક અભ્યાસથી તેમને વંચીત રાખી આપણે કેટલું મોટું નુકસાન આપણું અને આપણાં બાળકોના ભવિષ્યનું કરી રહ્યા છીએ તે પણ વિચારવા જેવી બાબત છે.

સરકારી શાળામાં બાળકોને પ્રાથમિક શિક્ષણ ખૂબ સારું મળે છે તે માટે શિક્ષકગણ દ્વારા પણ ખૂબ સારા પ્રયાસો કરવામાં આવે છે સાથે સાથે તેઓ પણ હંમેશા આપણા બાળકોના ભવિષ્ય માટે ચિંતિત રહે છે.

છેલ્લે SMC સદસ્યો ગ્રામજનો અને વાલી મંડળને એક ખાસ વિનંતી એ પણ કરી કે હવે સમયની માંગ પ્રમાણે સામાજિક પ્રસંગો પણ રવિવાર અથવા જાહેર રજાના દિવસે ગોઠવવા આગ્રહ રાખવો જેથી કરીને બાળકોના અભ્યાસમાં કોઈ વિઘ્ન આવે નહિ અને આપણા બાળકો આપણા સમાજ અને દેશનું ભવિષ્ય છે આવો સાથે મળી તેમને સક્ષમ બનાવી ભારતના ભવિષ્યના ભાગીદાર બનવાની જરૂર છે – શકીલ સંધી – ૯૯૨૪૪૬૧૮૩૩

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: