વંથલી તાલુકા ફેરપ્રાઈઝ શોપ એશોસીએશન દ્વારા વિવિધ માંગણીઓ લઈ 2જી ઓક્ટોમ્બર થી હડતાળ પર ઉતરવા મામલતદારને આવેદનપત્ર અપાયું.

આજરોજ વંથલી મામલતદાર કચેરીએ વંથલી તાલુકાના ફેરપ્રાઈઝ શોપ એશોસીએશન ના હોદેદારો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી વિવિધ માંગણીઓ રજૂ કરાઈ હતી
આ મંગણીઓમાં મુખ્યત્વે પોષણક્ષમ,વિતરણઘટ મજરે મળવા,કોરોના કાળમાં અવશાન પામેલ વેપારીઓને તાત્કાલિક મૃત્યુ સહાય જાહેર કરવા સ્ટેશનરી તેમજ ઇન્ટરનેટ ખર્ચ અલગથી મળવા અને સસ્તા અનાજ ની દુકાનના સંચાલક નું અવસાન ના કિસ્સામાં તેના વારસદારો ને રિપિટ કરવા અંગે અનેક મુદ્દાઓ ને લઈ માંગણીઓ રજૂ કરાઈ હતી,આ માંગણીઓ ના સમર્થન માં આગામી ૨ ઓક્ટોબર ના રોજ તાલુકા શહેર ની તમામ સસ્તા અનાજની દુકાનો બંધ રાખવા નિર્ણય લેવાયો છે

સમગ્ર ગુજરાતમાં અનેક કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે ત્યારે સસ્તા અનાજની દુકાનદારો પણ આંદોલન ઉપર ઉતારવાની તૈયારી કરી રહ્યા હોય વિતરણ વ્યવસ્થા ખોરંભે પાડવાની શક્યતા જોવાય રહી છે ત્યારે સરકાર સસ્તા અનાજની દુકાનના સંચાલકો ની માંગણીઓ સ્વીકારશે કે કેમ તેના ઉપર મિટ મંડાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: