વિસનગર ના અગ્રણી વજીર ખાન પઠાણ ના પુત્ર નાના લગ્ન પ્રસંગ એસવાલા ગામમાં ફૂડ પોઇજનિંગ મામલે આપ્યું નિવેદન

વજીરખાન પઠાણ કોંગ્રેસ નેતા ના પુત્રના લગ્ન પ્રસંગે થયું હતું ફૂડ પોઇજનિંગ લોકો મોડી રાતસુધી સારવાર માટે થયા હતા દાખલ કોંગ્રેસ ના પ્રદેશ માયનોરીટી પ્રમુખ વજીરખાન પઠાણ પોતાના ત્યાં પ્રસંગ માં લોકોને દિલથી જમાડવામાં હરહંમેશ આગળ હોય છે મોટાભાગના લોકોએ દૂધીનો હળવો ખાધો તેને આ તકલીફ થઇ છે દેશ ની સૌથી મોટી કેટરિંગ બ્રાન્ડ ને ઓર્ડર આપ્યો હતો કેટરિંગ બ્રાન્ડ ની આ મામલે નિષ્કાળજી ઘણી શકાય હાલ મોટાભાગના લોકો સારવાર લઈને સ્વસ્થ થઈ ગયા છે અમે લોકોએ તમામ લોકોને સારવાર અપાવવામાં મદદ કરી સારવાર નો ખર્ચ પણ અમારા પરિવારે ઉપાડ્યો જે સરાહનીય કામગીરી લોકોએ ગણાવી હતી વજીરખાન પઠાણ એ વિસનગર ના અમારા ધારાસભ્ય અને મંત્રી ઋષિકેશભાઈ પટેલે પણ મદદ કરીતેમજ નુતન હોસ્પિટલ ના તબીબ ઓ એ સહિત પ્રકાશ પટેલ સહિત અન્ય આગેવાનો ના સહકાર બદલ આભાર માન્યો

વિસનગર ના તમામ આગેવાનોએ હાજર રહી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું કેટરિંગ કોન્ટ્રાકટર દ્વારા અમદાવાદ ના હસમુખભાઈ પાસેથી માવો ખરીદવામાં આવ્યો હતો તેમ જણાવ્યુંદેશની નોન વેજ માં પ્રખ્યાત બ્રાન્ડ એવી મુંબઈ ની હોટલ દિલ્હી દરબાર ને કેટરિંગ કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો એસ કે ચેરમેન પ્રકાશભાઈ પટેલે ખૂબ મદદ કરી તેમજ મહેસાણા અને વડનગરમાં સીવીલના તબીબોની મહેનત પણ સારી ગણાવી હતીવજીરખાન પઠાણ એ પણ મને ઘણું દુઃખ થયું છે મારા ત્યાં અવસર હોય અને આવું થાય તો મારાથી વધુ દુખી ન હોઈ શકે વજીર ખાન વાત કરતા કરતા રડી પડ્યા હતા – રીપોર્ટ – ફારૂક મેમણ ખેરાલુ
