ગુજરાતી પોલીસ ફિલ્મ માધવ આવે છે

ગુજરાતી ફિલ્મો જે રીતે હરણફાળ ભરી રહી છે અને નવા નવા શિખરો સર કરી રહી છે તે જોતાં ગુજરાતી સિનેમાનો સુવર્ણ કાળ નજીક હોય એવું દેખાઈ રહ્યું છે . નવા નવા વિષયોને લઈને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ઉચ્ચ ગુણવત્તાની ફિલ્મો હવે બની રહી છે અને પ્રેક્ષકો દ્વારા તેને હંમેશા વધાવી લેવામાં આવી છે . – ગુજરાતી ફિલ્મો માટે છેલ્લા પાંચ વર્ષથી સતત ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ – જીફા નું સફળ આયોજન કરનાર હેતલ ઠક્કર દ્વારા બનાવવામાં આવેલી જેસ પ્રોડક્શનની પ્રથમ ગુજરાતી પોલીસ ફિલ્મ માધવ નો ફર્સ્ટ લુક ૨૧ ફેબ્રુઆરીના રોજ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો . હેતલ ઠક્કર આ ફિલ્મ દ્વારા પોતાનું ડેબ્યુ ડિરેક્શન કરી રહ્યા છે . ફિલ્મનો ફર્સ્ટ લુક ફિલ્મના મુખ્ય અભિનેતા ICON STAR હિતુ કનોડિયાના વર્ષગાંઠ નિમિત્તે ખાસ જાહેર કરવામાં આવ્યો છે અને જેસ પ્રોડક્શનની આ પ્રથમ ફિલ્મનો first look જોતા જ લોકોએ વધાવી લીધો છે . કનોડિયા પરિવારે ગુજરાતી સિનેમા માટે હંમેશા સિંહફાળો આપ્યો છે અને એટલે જ આ ફિલ્મ દ્વારા ડિરેક્ટર હેતલ ઠક્કર અને ક્રિએટિવ ડિરેક્ટર વિવેક ઠક્કર દ્વારા ફિલ્મના મુખ્ય અભિનેતા હિતુ કનોડિયાને ICON STAR નું બિરુદ આપવામાં આવ્યું છે ફિલ્મ માં હિતુ કનોડિયાની સાથે અન્ય કલાકારોમાં મેહુલ બૂચ , વિશાલ શાહ , સલોની શાહ , સ્મિત પંડ્યા , ચેતન દૈયા , અતુલ લખાણી , ધરતી વાઘેલા , કૌશિક વ્યાસ , હિતેશ ઠાકર , આકાશ ઝાલા , સૌનક વ્યાસ , નિસર્ગ ત્રિવેદી , તુષાર દવે , આર . જે લજ્જા , વિશાલ ઠક્કર , હિતાર્થ ઠક્કર , જીમી નંદા , રાજેશ ઠક્કર વિગેરે જોવા મળશે ફિલ્મના ડિરેક્ટર હેતલ ઠક્કર સાથે વાત થયા મુજબ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન ચાલુ છે અને નજીકના સમયમાં ફિલ્મ સિનેમા ઘરોમાં જોવા મળશે .