” ડભોઈ – દર્ભાવતિમાં ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી મમતા સોનીએ ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો “

( નવરાત્રીની આઠમે તિરંગા ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબા ) માં ગઢભવાની દભૉવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ ડભોઇ એ.પી.એમ.સી ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ( સોટ્ટા)ના માર્ગદર્શન હેઠળ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવરાત્રીની નવલી રાત્રીએ ખેલૈયાઓને રંગ લાવવા માટે ગુજરાતી ફિલ્મોની પ્રસિદ્ધ અભિનેત્રી અને ગાયિકા મમતા સોની ડભોઇ એ.પી.એમ.સી ગ્રાઉન્ડ ખાતે પધારતા હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને મમતા સોનીએ ગરબાના તાલે ગરબાની રમઝટ બોલાવતા ખેલૈયાઓ ઉત્કૃષ્ટ બની ઝૂમ્યા હતા.મમતા સોની એ સોટ્ટાજીના વખાણ કરતા કીધું કે સોટ્ટાજીનુ તો કામ પણ બોલે છે અને નામ પણ બોલે છે. કે નામ બોલતા જ કામ પણ થઈ જાય.

માં ગઢભવાની કલ્ચરલ ગ્રુપના પ્રમુખ અને ડભોઇ દભૉવતિના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા( સોટ્ટા) દ્વારા ખેલૈયાઓને આઠમની રાત્રે તિરંગાની આનબાન શાન વધારવા માટે તિરંગાના ટ્રેડિશનલ ડ્રેસ સાથે ખેલૈયાઓને તૈયાર થઈ ગરબે ઘૂમવા નું સૂચન કરવામાં આવ્યું હતું . જેનું ખેલૈયાઓએ પાલન કરી સમગ્ર એ.પી.એમ.સી ગ્રાઉન્ડ તિરંગાના રંગોથી છવાઈ ગયું હતું. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. .

એ.પી.એમ.સી.ગ્રાઉન્ડ ખાતે સ્ટેજ પરફોર્મન્સ કરવા ગુજરાતી ફિલ્મની પ્રસિદ્ધ અભિનેત્રી અને ગાયિકા મમતા સોનીને બોલાવવામાં આવ્યા હતા. જેથી એ.પી.એમ.સી ગ્રાઉન્ડમાં અભિનેત્રીને નિહાળવા માટે હજારો સંખ્યામાં લોકો ઊડી પડ્યા હતા. એટલું જ નહીં પરંતુ મમતા સોની સ્ટેજ ઉપર પહોંચતાની સાથે જ ચાહકોએ ચીચીયારીઓ કરી સેલ્ફી લેવા માટે તેમજ મોબાઇલમાં તેની તસવીરો ખેંચવા માટે રીતસરની પડાપડી કરી મૂકી હતી. આ અભિનેત્રીએ સ્ટેજ ઉપર આવીને પોતાનું અભિવાદન કરી સ્ટેજ પરફોર્મન્સ કર્યું હતું .જેથી ગ્રાઉન્ડમાં ઉપસ્થિત ખેલૈયાઓ ગેલમાં આવી ગયા હતા અને જોરશોરથી વગરબે ઘૂમ્યા હતા – રિપોર્ટ:- નિમેષ સોની,ડભોઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: