” ડભોઈ – દર્ભાવતિ ઐતિહાસિક ગઢભવાની માતાના મંદિરે નવી ધજા ચઢાવાઈ “

વર્ષોની પરંપરા મુજબ હીરાભાગોળના કિલ્લામાં આવેલ ડભોઇ નગરમાં આજે દશેરા – વિજયાદશમીની ધાર્મિક વાતાવરણમાં ઉત્સાહભેર નગરજનોએ ઉજવણી કરી હતી. નવ દિવસ સુધી નગરજનો ઉપર ગરબાનો મહોત્સવ છવાયેલ રહ્યો હતો.

આજરોજ ડભોઈ હીરાભાગોળ કિલ્લામાં આવેલ ઐતિહાસિક ગઢભવાની માતાજીના મંદિર ખાતે નગરજનો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. વર્ષોની પરંપરા મુજબ આજે મંદિરનાં શીખર ઉપરની ધજા બદલવામાં આવે છે તે માટે ભકતજનો ઉમટી પડયા હતાં. વહેલી સવારના ૯.૦૦ કલાકે ગઢ ભવાની માતાજીના શિખર ઉપર આવેલી ધજા ધાર્મિક વિધિ કરી બદલવામાં આવી હતી. વર્ષમાં બે જ વાર ધજા બદલવામાં આવે છે આના પહેલા ચૈત્રી આઠમે ધજા બદલવામાં આવી હતી. ત્યાર બાદ આજરોજ વિજયાદશમીના દિવસે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ધાર્મિક વિધિ સાથે નવી ધજા ચઢાવવામાં આવી હતી. આજનું પર્વ એટલે ભક્તિ અને પવિત્રતાનું મિલન કહેવાય છે. આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિના વિજય સમા દશેરા પર્વની ડભોઇમાં શાનદાર રીતે અને ઉત્સાહપૂર્વક ભારે ધામધૂમથી થઈ હતી – રિપોર્ટ નિમેષ સોની ડભોઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: