” સમસ્ત રાજપુત (ક્ષત્રિય) સમાજ દ્વારા શોભાયાત્રા – શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો “

(વિજયા દશમી મહાપર્વ નિમિત્તે દભૉવતી નગરીમાં ) સમસ્ત રાજપુત – ક્ષત્રિય સમાજ દ્વારા આજરોજ વિજયા દશમીના મહાપર્વે રાજપુત સમાજની પરંપરાને અનુલક્ષીને એક રાજપુત તરીકેના કર્તવ્યને ધ્યાનમાં રાખી તેમજ શૂરવીર પૂર્વજોનું સ્મરણ થાય તે હેતુથી વિજયાદશમી – દશેરાના પાવન પર્વએ ડભોઇ – દર્ભાવતીમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રાજપૂત પરંપરા મુજબ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ પણ યોજાયો હતો.

ડભોઇ – દર્ભાવતિના ઐતિહાસિક એવા હીરા ભાગોળના કિલ્લામાં આવેલ પૌરાણિક ગઢભવાની માતાના મંદિરેથી પરમ પૂજ્ય સદગુરુ મહર્ષિ મસ્ત દાદુરામ બાપુ (ચનવાડા ધામ)ની ઉપસ્થિતિમાં શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડભોઈ – દર્ભાવતિના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ( સોટ્ટા ) અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. નગરનાં મુખ્ય માર્ગો ઉપર આ શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં રાજપૂત સમાજના યુવાનો અને સમાજના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમાજનાં યુવાનોએ શોભાયાત્રા દરમ્યાન તલવારબાજીના કરતબોનું પ્રદર્શન કર્યું હતું. શોભાયાત્રાના અંતે ડભોઇના અડવાણી હોલ ખાતે સમાજના આગેવાનોનું સંમેલન અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પણ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વડોદરા જિલ્લા ભાજપાના મહામંત્રી ડો.બી.જે.બ્રહમભટ્ટ, વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પટેલ ( વકીલ ), શહેર ભાજપ પ્રમુખ ડો. સંદીપ શાહ, નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન વિશાલ શાહ, બીરેન શાહ સહિતના ચૂંટાયેલા સભ્યો, નગરના પ્રતિષ્ઠા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં – રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: