જૂનાગઢ મહાનગરપાલિકાને”સ્વચ્છતા સર્વેક્ષણમાં ૧૦૦ માં ક્રમે

જૂનાગઢ મહાનગરનો ”ગત વર્ષે ૧૫૬ મો ક્રમ હતો, આ વર્ષે સ્વચ્છતા વિષયક સેવાઓ, સુવિધાઓને કારણે જૂનાગઢ મહાનગરપાલિકા ૧૦૦ માં ક્રમે પહોચ્યું’ જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નર તથા સનિટેશન શાખાને અભિનંદન પાઠવતા મેયર સહિતના પદાધિકારીઓ.

જૂનાગઢ મહનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના grimm પ્રોજેક્ટ્ સમાં સ્વચ્છ ભારત મીશન અન્વયે દર વર્ષે શહેરી સ્વચ્છતા પર ભાર મુકીને સ્વચ્છતાનું અભિયાન ચલાવાઈ રહયું છે, જેમાં દર વર્ષે સ્વચ્છતાના વિવિધ આયામો અને પરિણામોના આધારે સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરી મહાનગરોના ક્રમ અને સ્વચ્છતાની જાગૃતિ અન્વયે મહાનગરનો વચ્ચે ક્રમાંક ફાળવણી કરવામાં આવતા હોય છે, જે અન્વયે ગત સ્વચ્છતા સર્વેક્ષણમાં જૂનાગઢ મહાનગરપાલિકાનો ૧૫૬ મો ક્રમ હતો, જે ક્રમ આ ચાલુ વર્ષે થયેલ સ્વચ્છતા સર્વેક્ષણમાં સુધારો થઈ અને હવે ૧૦૦ મા ક્રમે જૂનાગઢ મહાનગરપાલિકાએ મેરેથોન છલાંગ લગાવી છે, જેનું મુખ્ય કારણ સ્વચ્છતા કામગીરી, નિયમિતપણે સફાઈનું ચેકીંગ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન, સુકો ભીનો કચરો અલગ થી એકઠો કરવો, સંખી મંડળો ધ્વારા સ્વચ્છતા કામગીરી, જુનાગઢના મુખ્ય રસ્તાઓ કે જેના પર દિવસ દરમ્યાન ખુબ ટ્રાફિક રહેતો હોય તેવા રસ્તાઓની દિવસે સફાઈ કરવી મુશ્કેલ થતી હોય તેવા રસ્તાઓને રાત્રી સફાઈ કામગીરી થી સ્વચ્છ કરવામાં આવે છે જે ખુબ જ સરાહનીય કામગીરી છે, સેગ્રીગેશન પધ્ધતી, આધુનિક ડંમ્પીંગ સ્ટેશનનું નિમાર્ણ જેવા નવા નવા આયામો ઉભા કરવા જેવી મહત્વની કામગીરી થકી જુનાગઢ મહાનગરપાલિકાનો સ્વચ્છતા સર્વેક્ષણમાં ક્રમ સુધારો થયો છે અને જૂનાગઢ મહાનગરપાલિકાનો ૧૦૦ મો ક્રમ આવ્યો છે. આ તકે જુનાગઢ મહાનગરના માન.મેયર ગીતાબેન પરમાર તથા પદાધિકારીઓએ જૂનાગઢની જનતા સહિત, જુનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નર તન્ના, તેમજ કર્મઠ સફાઈ કામદાર ભાઈઓ-બહેનોને અભિનંદન પાઠવી . આગામી વર્ષમાં ૧ થી ૭૦ ક્રમની અંદર જૂનાગઢ મહાનગરપાલિકા પ્રવેશશે તેવી આશા વ્યકત કરી હતી – રીપોર્ટ બાય – શૈલેષ પટેલ જૂનાગઢ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: