જૂનાગઢ પર્વતારોહણ તાલીમ કેન્દ્ર ખાતે ૭૪ યુવક યુવતિઓ ખડક ચઢાણની તાલીમ મેળવી

ટ્રેકીંગ, પી.ટી.તાલીમ, રોક ક્લાઈમીંગ – રેપલીંગ, રોપ નોટ, કોઈલ તથા રોક ફોરમેશન, ક્લાઈમ્બીંગ ટેકનીક્સ, રેપલીંગ એન્ડ બીલે, માઉન્ટેન હીસ્ટ્રી, માઉન્ટેન ઈક્યુપમેન્ટની તાલીમ મેળવી

જૂનાગઢ,ગુજરાત રાજ્યના યુવક,યુવતી, ઓને સાહસિક પ્રવૃત્તિઓ તરફ લાવવા તથા તેમનામાં રહેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે જૂનાગઢ દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર દ્વારા ચોક્કસ વય મર્યાદામાં ખડક ચઢાણ બેઝિક કોર્સ તથા બાળકો માટે એડવેન્ચર કોર્સ નું વખતો વખત આયોજન કરવામાં આવે છે. તેમજ ગુજરાતના કોઈપણ દુર્ગમ પહાડી વિસ્તારમાં દર વર્ષે ૧૦ દિવસ માટે ટ્રેકીંગ કોર્સ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. કમિશનર યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજીત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ સંચાલિત ખડક ચઢાણ બેઝિક કોર્સ તારીખ ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૨ થી ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૨ દરમ્યાન યોજવામાં આવ્યો હતો.

જેમાં ચોક્કસ વયમર્યાદાને કેન્દ્રમાં રાખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ના કુલ ૪૨ યુવક યુવતિઓ તથા સંત ગુરૂ ઘાસીદાસ સરકારી મહાવિદ્યાલય , કુરૂદ , છત્તિસગઢ ના કુલ ૨૧ યુવક યુવતિઓ તથા રાજકોટ, જૂનાગઢ , ગિર સોમનાથ અને ભાવનગર જિલ્લા ના ૧૧ સહિત કુલ ૭૪ યુવક યુવતિઓ એ ખડક ચઢાણ બેઝિક કોર્સ માં ભાગ લઈ ટ્રેકીંગ,પી.ટી.તાલીમ, રોક ક્લાઈમીંગ-રેપલીંગ,રોપ નોટ, કોઈલ તથા રોક ફોરમેશન, ક્લાઈમ્બીંગ ટેકનીક્સ, રેપલીંગ એન્ડ બીલે, માઉન્ટેન હીસ્ટ્રી, માઉન્ટેન ઈક્યુપમેન્ટ,પર્યાવરણ સંરક્ષણ જાગૃતતા, સફાઈ અભીયાનની વિવિધ તાલીમ કોર્સ ઈન્ચાર્જ કે.પી.રાજપુત તથા માનદ ઈન્સ્ટ્રક્ટરો પ્રદીપ કુમાર રાજસ્થાન, વિવેક ડાભી જસદણ, શંભુ વાઘેલા ભાવનગર, જાગૃતિ ચાવડા ભાવનગર, ગામીત નારાયણી અમદાવાદ, ઉમંગ વેકરીયા સુરત દ્વારા આપવામાં આવી હતી.
શિબિરની શરૂઆત આચાર્ય વાલી એ સોરઠ હાઈસ્કૂલ જૂનાગઢ ના હસ્તે કરવામાં આવી હતી.તેમણે પોતાના પૂર્વ શિબિરના અનુભવો તથા પર્વતારોહણ તાલીમ માં જોડાવાનો લાભ ઉઠાવવા સૌ શિબિરાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા. ભારત ભરમાંથી યુવાનો ભાગ લેતા હોય ત્યારે ભાવી યુવા પેઢી તૈયાર થાય તે માટે સૌને મે નહી પર હમ ના ઉદ્દેશ સાથે એકબીજા જોડાઈ ને તાલીમ લેવા અપીલ કરી હતી.
શિબિરના સમાપન સમારોહમાં તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કાર્યક્રમના અધ્યક્ષ ,જિલ્લા શિક્ષણ અધિકારી જૂનાગઢ જલ્પાબેન ક્યાડા , જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ એન.ડી.વાળા તથા ચીફ ઈન્સ્ટ્રક્ટર આર્મડ કોલેજ અહમદનગર વજસી વારોતરીયા તથા ઈન્સ્ટ્રક્ટર ઈન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડ ઉપસ્થિતી રહી પ્રોત્સાહન પુરુ પાડેલ હતું.

આ તકે સફળ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપી મહેમાનો તથા માનદ્દ ઈન્સ્ટ્રકટરો દ્વારા સન્માનિત કર્યા હતા. ઉપેન્દ્રસિંહ રાઠોડ એ શાબ્દીક સ્વાગત કરી શિબીર વિશેની માહિતી આપી હતી.ચીફ ઈન્સ્ટ્રક્ટર વજસી વારોતરીયા એ નાની નાની સારી ટેવો થી પણ મોટુ લક્ષ્ય પ્રાપ્ત થાય તે અંગે તથા મોબાઈલ કરતા પુસ્તકનું મહત્વ જીવનમાં અગત્યનું છે તે અંગે સમજ તાલીમાર્થીઓેને આપી હતી. સમાપન સમારોહનું સંચાલન તાલીમાર્થી પ્રિયા મયાત્રા, દુશ્યંત કામ્બરીયા દ્વારા કરવામાં આવ્યુ હતું.સમગ્ર શિબિર દરમિયાનના પોતાના પ્રતિભાવો આપતા યામીની દેશમુખ , પ્રકાશ દેશમુખ, કિશનસિંહ જાડેજા, અજયસિંહ ચુડાસમા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં તાલીમાર્થીઓએ તાલીમના અનુભવો,તાલીમ દરમ્યાન શીખવવામાં આવેલ નિયમ,શિસ્ત,સાહસ, આત્મવિશ્વાસ, ટીમ વર્ક, જીવન ઘડતરના ગુણોનું જીવનમાં મદદરૂપ થશે અને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતીમાં પણ કેવી રીતે જીવન જીવવું તે તેમને આ શિબિરના માધ્યમથી શિખવા મળ્યું હોવાનું જણાવ્યું હતું – રીપોર્ટ બાય – શૈલેષ પટેલ જૂનાગઢ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: