શરદપૂર્ણિમા ના દિવશે અંબાજી મંદિર માં માનવ મેહરામન ઉમટયું, પ્રજાપતિ સમાજે અંબાજી મંદિરે ધજા અર્પણ કરી

શક્તિ ભક્તિ અને આસ્થા નું ત્રિવેણી સંગમ ગણાતું માં જગતજનની અંબાનું ધામ દેશ વિદેશમાં વિખ્યાત છે તો માં અંબા ના ચરણોમાં શીશ નમાવા અને માના દર્શન કરવા લાખો ની સંખ્યામાં માઇ ભક્તો માં અંબાના ધામે અંબાજી આવતા હોય છે. શરદપૂર્ણિમા નિમિત્તે મા ના મંદિરે દર્શનાર્થીઓનો ઘસારો જોવા મળ્યો હતો .

તો આજે આ પાવન દિવસે પ્રજાપતિ સમાજ ના લોકો દ્વારા મા અંબાને ધજા ચડાવવામાં આવી હતી . શરદપૂર્ણિમા ના દિવસે સમસ્ત પ્રજાપતિ સમાજ ના લોકો મોટી સંખ્યામાં આવી અંબાજી ૫૧ શક્તિપીઠ સર્કલ થી લઈને માં અંબા ના મંદિર સુધી નાચતા ગાતા ઢોલ નગાડા સાથે મા ના મંદિરે પહોંચ્યા હતા. મા અંબાના નિજ મંદિર પહોંચી પ્રજાપતિ સમાજના લોકો દ્વારા મા અંબા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો માં અંબાને સમાજના કલ્યાણ અને સુખકારી જીવન માટે માતાજીને પ્રાર્થના કરી હતી. ત્યાર બાદ પ્રજાપતિ સમાજના લોકો દ્વારા માં અંબા ના નિજ મંદિર ના શિખરે ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી.

માતાજી ને સિરા નો ભોગ ધરાવા માં આવ્યો શરદપૂર્ણિમા ના દિવશે અંબાજી પ્રજાપતિ સમાજ ના મોટી સંખ્યા માં લોકો એકજુટ થઈ માતાજી ના મંદિર માં ધજા ચઢાવી હતી તો માતાજી ના દર્શન કરી માતાજી નો પ્રિય સુજી નો સિરો ધરાવી આશીર્વાદ મેળવ્યો હતો.