રાપર શહેરમાં દશનામ ગોસ્વામી સમાજ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી

રાપર આજે મહાશિવરાત્રી નિમિત્તે રાપર શહેરમાં દશનામ ગોસ્વામી સમાજ અને દશનામ ગોસ્વામી યુવક મંડળ આયોજિત ભગવાન ભોળાનાથ ની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું અલજીબાપુ વાસ મધ્યે આવેલા કલ્યાણેશ્ચર મંદિર ખાતે થી શોભાયાત્રા ને આગેવાનો દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં દશનામ ગોસ્વામી સમાજ ના આગેવાનો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તા તેમજ શહેર ના સનાતન ધર્મ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા તો જલારામ ગૃપ દ્વારા શોભાયાત્રા મા જોડાયેલા લોકો ને ઠંડા પીણા ની વ્યવસ્થા કરવામાં આવી હતી રાપર પોલીસ ઈન્સ્પેક્ટર એમ એન રાણા અને પીએસઆઇ વી. એલ. પરમાર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો


