વણશોધાયેલ ફેટલનો ગુનો શોધી કાઢતી ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ

મે.પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પુર્વ – કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ – કચ્છ જીલ્લામાં તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ અંજાર વિભાગમાં વણશોધાયેલ ફેટલના ગુનાઓ શોધવા સુચના આપેલ હોય અને ગાંધીધામ એ – ડિવીઝન પો.સ્ટે . એ.ગુ.ર.નં. ૧૧૯૯૩૦૦૬૨૧૧૮૯૬/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૨૭૯,૩૦૪ ( એ ) તથા એમ.વી.એકટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ હોય આ ગુના કામે આરોપી તથા વાહન શોધવા પોલીસ ઇન્સપેકટર શ્રી એચ.કે.હુંબલ ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ સ્ટેશન નાઓએ સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે આધારે ગાંધીધામ એ – ડીવીઝન પો.સ્ટે . ના પોલીસ સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સની મદદથી મળેલ બાતમી આધારે આરોપી તથા વાહનની ઓળખ કરી આરોપીને જવાહરનગર પુલીયા ગાંધીધામ પાસેથી પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .

પકડાયેલ આરોપી : જોસેફભાઇ કશનાભાઇ બબેરીયા ઉ.વ .૪૨ રહે – ગ્રીન વોલ ટીમ્બરની પાછળ જવાહરનગર તા.ગાંધીધામ મુળ રહે.ગામ – નરવાળીયા થાના – કલામપુર તા.જી.જાંબુઆ ( મધ્યપ્રદેશ ) શોધાયેલ ગુનો – ગાંધીધામ એ ડિવી.પો.સ્ટે . એ ગુ.ર.નં -૧૧૯૯૩૦૦૬૨૧૧૮૯૬ / ૨૦૨૧ ઇ.પી.કો. કલમ -૨૭૯,૩૦૪ ( એ ) તથા એમ.વી.એકટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪

ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એચ.કે.હુંબલ નાઓની સુચનાથી પો.સબ ઇન્સ.આર.એમ.બરાડીયા તથા એ.એસ.આઇ ગોપાલભાઇ નાગશીભાઇ તથા પો.હેડ કોન્સ . હિરેન કલ્યાણજી તથા પો.કોન્સ . કૃષ્ણસિંહ નરેન્દ્રસિંહ તથા દિનેશભાઇ શંકરભાઇ તથા રાજાભાઇ મહેન્દ્રકુમાર તથા જગદિશભાઇ ખેતાભાઇ તથા જીતેન્દ્રસિંહ રણજીતસિંહ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: