શંકાસ્પદ સી.પી.યુ. કેમીકલના જથ્થા સાથે બે ઈસમોને પકડી પાડતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી સરહદી રેન્જ – ભુજ તથા ઈ.પોલીસ અધિક્ષક સાહેબશ્રી પશ્ચીમ કચ્છ – ભુજ નાઓ દ્વારા મિલ્કત સંબધી / શરીર સંબધી ગુનાઓ અટકાવવા તથા તેમજ ગાંધીધામ કંડલા વિસ્તારમાં આવેલ ગોડાઉન તથા ટ્રકોમાંથી ભરેલ માલની છેતરપીંડી / ચોરીથી મુદ્દામાલ સગે – વગે થતો અટકાવવા જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે ઈ.નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.આર.પટેલ સાહેબ અંજાર વિભાગ – અંજાર તથા પોલીસ ઇન્સપેક્ટરથી કે.પી. સાગઠીયા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા . તે દરમ્યાન ખાનગી બાતમી હકિકત આધારે મીઠી રોહર પી.એચ.સી. સેન્ટરના પાછળ આવેલ પ્રેમપ્રભુ હોટેલના વાડામાંથી શંકાસ્પદ સી.પી.યુ. કેમીકલના જથ્થા સાથે નિચે મુજબના આરોપીઓને પકડી પાડી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . 

પડાયેલ આરોપીઓ ( ૧ ) મુસ્તાક મામદ સોઢા ઉ.વ .૨૦ રહે.સોઢા ફળીયુ , મીઠી રોહર , તા.ગાંધીધામ ( ૨ ) અસગ ૨ ઉમ ૨ ભાઇ સોઢા ઉ.વ .૨૨ ૨ હે.ભારમલ ફળીયુ , મીઠી રોહર , તા.ગાંધીધામ 

કબ્જે કરેલ મુદ્દામાલની વિગત ( ૧ ) ૩૫ લીટરની ક્ષમતાવાળા પ્લાસ્ટીકના કેરબા નંગ -૧૦ માનું સી.પી.યુ. કેમીકલ ૩૫૦ લીટર જેની કિ.રૂ .૧૭,૫૦૦ / ( ૨ ) ૩૫ લીટ ૨ ની ક્ષમતાવાળા પ્લાસ્ટીકના ખાલી કેરબા નંગ -૦૫ કિ.રૂ .૨૫૦ / ( 3 ) મારૂતી સુઝુડી ઓમની વાન જેના રજી.નં – જીજે – ૧૨ – બીએફ -૮૫૭૯ વાળી જેની કિ.રૂ .૧,૫૦,૦૦૦ / ( ૪ ) મોબાઇલ ફોન નંગ -૦૨ કિ.રૂ .૨૦,૦૦૦ / – એમ કુલ કિ.રૂ .૧,૮૭,૭૫૦ / 

આ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર કે.પી.સાગઠીયા સાહેબના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટાફની ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: